નવી દિલ્હીઃ મિડલમાં ચાલી રહેલી લડાઈને કારણે અનેક એવા દેશ સામે ફ્યુલ સંક્ટ તોળાઈ રહ્યું છે. વૈકલ્પિક રસ્તાઓ વિચાર્યા બાદ પણ કેટલીક ચીજવસ્તુઓ વગર ચાલે એમ નથી. ખાસ કરીને શિપિંગ ઈન્ડસ્ટ્રીને આ યુદ્ધની માઠી અસર પહોંચી છે. પેટ્રોલ ડીઝલ અને ગેસનો સ્ટોક લઈને આવતા જહાજ હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે. ભારત માટે રાહતની વાત એ છે કે, હોર્મુઝમાંથી ભારતીય જહાજને પસાર થવામાં કોઈ મુશ્કેલી નહીં પડે અને હુમલા પણ નહીં થાય.
પેટ્રોપપંપની સંખ્યા બે લાખ આસપાસ
સોશિયલ મીડિયા પર ખોટી અફવાને કારણે પેટ્રોલપંપ પર વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. એવામાં સવાલ થવો સ્વાભાવિક છે કે, દેશભરમાં પેટ્રોલપંપની સંખ્યા કેટલી હશે અને ક્યા રાજ્યમાં સૌથી વધારે પેટ્રોલપંપ હશે. આ રિપોર્ટમાંથી એ વિગત પણ મેળવીએ કે, દેશમાં ખાનગી પેટ્રોલપંપ કેટલા અને સરકાર હસ્તકના કેટલા. પેક સ્ટેસ્ટિક રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2025માં ઓફિશિયલ નોંધાયેલા પેટ્રોલપંપની સંખ્યા 1 લાખ જેટલી હતી જેમાં હવે વધારો થયો છે. હવે આ સંખ્યા બે લાખને પાર પહોંચી ગઈ છે. અમેરિકા અને ચીન બાદ ભારત આ યાદીમાં ત્રીજા ક્રમે છે.
સૌથી વધારે ઈન્ડિયન ઓઈલના પંપ
ભારતમાં 90 ટકા પેટ્રોલપંપ સરકારી કંપનીઓના છે, જેમાં ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ એમ ત્રણ કંપનીઓના પંપ સૌથી વધારે છે. ઈન્ડિયન ઓઈલના સમગ્ર દેશમાં 42 હજારથી વધારે છે જ્યારે સૌથી ઓછા હિન્દુસ્તાન પેટ્રોલિયમના છે. આ સિવાય ખાનગી પેટ્રોલપંપની વાત કરવામાં આવે તો સૌથી વધારે પેટ્રોલપંપ નયારા એનર્જી પાસે છે.
બીજા ક્રમે રિલાયન્સ અને ત્રીજા ક્રમે શેલ આવે છે. નયારા એનર્જી પાસે 6921, રિલાયન્સ પાસે 2114 અને શેલ પાસે 346 છે. પેક સ્ટેસ્ટિસ્ટિકના વર્ષ 2015 રિપોર્ટ અનુસાર આ આંકડા રજૂ કરાયા છે. હવેની સ્થિતિએ આ તમામ સંખ્યામાં વધારો થયેલો હોઈ શકે છે. બીજી તરફ મહાનગર અને નાના શહેરના પેટ્રોલપંપની ગણતરીને પણ અહીં આવરી લેતા નવા રિપોર્ટ અનુસાર નાના શહેરમાં પણ પેટ્રોલપંપની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ હશે.
સૌથી વધારે પેટ્રોલપંપ ક્યા રાજ્યમાં?
સૌથી વધારે પેટ્રોલ પંપ ઉત્તર પ્રદેશમાં છે. વર્ષ 2015ના રિપોર્ટ અનુસાર 9942 પેટ્રોલપંપ હતા. જેમાં હવા નોંધપાત્ર વધારો થયો છે. આ પેટ્રોલપંપની એક વર્ષ પહેલાની સંખ્યા 10 હજારને પાર પહોંચી છે. બીજા ક્રમે મહારાષ્ટ્ર છે, જ્યાં 7468 પેટ્રોલપંપ હતા જેમાં બે વર્ષની સાપેક્ષમાં વધારો થતા સંખ્યા 9000 સુધી પહોંચી છે.
ઈકોનોમિક ફોરમના રિપોર્ટ અનુસાર વૃદ્ધિ થવા પાછળ વિસ્તારનો વ્યાપ અને વસતીને પણ ધ્યાને લેવાયા છે. ત્રીજા ક્રમે તમિલનાડું (6651), ચોથા ક્રમે કર્ણાટક (5784), પાંચમા ક્રમે મધ્ય પ્રદેશ (5395) અને છઠ્ઠા ક્રમે ગુજરાત (5391) છે. લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં સમગ્ર ગુજરાતમાં કુલ 5611 પેટ્રોલપંપ છે.
સૌથી ઓછા પેટ્રોલપંપ ક્યાં?
દેશમાં સૌથી ઓછા પેટ્રોલપંપ લક્ષ્યદ્વીપમાં છે, જે સંખ્યા માત્ર 9 છે. વર્ષ 2017ના રિપોર્ટ અનુસાર આ સંખ્યામાં વધારો થતા હવે માત્ર 11 પેટ્રોલપંપ થયા છે. બીજા ક્રમે દમણ અને દીવમાં માત્ર 16 પેટ્રોલપંપ છે. આ બન્ને ક્ષેત્ર ગુજરાતમાં આવે છે અને નજીકના ગ્રામ્ય વિસ્તાર કે ટાઉનમાં પેટ્રોલપંપની પ્રાપ્યતાને ધ્યાને લેતા સંખ્યા ઓછી હોવાનું મનાઈ રહ્યું છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન અને નિકોબારમાં 17 પેટ્રોલપંપ છે. જ્યારે મિઝોરમમાં 59 પેટ્રોલપંપ છે. સિક્કમમાં 60 અને મહાનગર દિલ્હીમાં 400 પેટ્રોલપંપ છે. લોકસભાના રિપોર્ટ અનુસાર દિલ્હીમાં છેલ્લા ત્રણ વર્ષમાં પેટ્રોલપંપની સંખ્યા વધી છે.