મેષઃ
મેષ રાશિના જાતકોમાં આજે તેમની અંદર એક નવો ઉત્સાહ જોવા મળશે અને કાર્યક્ષેત્રે અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ કરી શકશો. આર્થિક લાભ માટે આજના દિવસના યોગ ઉત્તમ છે, પરંતુ ઉતાવળમાં કોઈ મોટો આર્થિક નિર્ણય લેવાથી બચવું. વ્યવસાયમાં નવી યોજનાઓ પર અમલ કરવા માટે અનુકૂળ સમય છે. પરિવાર સાથે સારો સમય વિતશે અને જીવનસાથીનો સહયોગ તમારા આત્મવિશ્વાસને બમણો કરશે. સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું, ખાસ કરીને ખાનપાન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરશે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે.
વૃષભ:
આજના દિવસે તમારે તમારી વાણી અને ક્રોધ પર સંયમ રાખવાની ખાસ જરૂર છે, નહીં તો બનેલા કામ બગડી શકે છે. ઓફિસ કે બિઝનેસમાં સહકર્મચારીઓ સાથે બિનજરૂરી દલીલોથી દૂર રહેવું હિતાવહ રહેશે. નાણાકીય બાબતોમાં સામાન્ય સુધારો જોવા મળશે, પરંતુ ખર્ચનું પ્રમાણ વધવાની પણ શક્યતા છે. પરિવારમાં કોઈ વાતે થોડો તણાવ રહી શકે છે. માનસિક શાંતિ માટે યોગ અથવા મેડિટેશનનો સહારો લેવો અને વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરવી. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે અને વાત લગ્ન સુધી પહોંચશે. ભાઈ-બહેન સાથેના સંબંધમાં આજે મજબૂતી આવી રહી છે.
મિથુન:
આજનો દિવસ મિથુન રાશિના જાતકો માટે કરિયરની દ્રષ્ટિએ ખૂબ જ પ્રગતિશીલ અને સારો સાબિત થશે. લાંબા સમયથી જે તકની તમે રાહ જોઈ રહ્યા હતા, તે આજે તમને મળી શકે છે. વેપારમાં આર્થિક રોકાણ કરવા માટે દિવસ લાભદાયી છે, જેનું ભવિષ્યમાં સારું વળતર મળશે. સામાજિક કાર્યોમાં તમારી સક્રિયતા વધશે અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થતાં મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ જળવાશે. માતા-પિતાના આશિર્વાદથી લાંબા સમયથી અટકી પડેલું કોઈ કામ પૂરું થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.
કર્ક:
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. કૌટુંબિક દ્રષ્ટિએ આજનો દિવસ અત્યંત સુખદ રહેશે, પરિવારમાં ચાલી રહેલા મતભેદોનો સુખદ અંત આવશે. નોકરી કરતા જાતકોને ઓફિસમાં ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા અને સહકાર મળશે. જમીન કે વાહનની ખરીદી માટે જો કોઈ આયોજન કરી રહ્યા હોવ, તો તેના માટે દિવસ અનુકૂળ છે. બિઝનેસમાં નવી ડીલ થવાની પ્રબળ સંભાવનાઓ દેખાઈ રહી છે. આવકના નવા સ્ત્રોત ઉભા થતાં નાણાકીય ચિંતાઓ દૂર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે, બસ માનસિક થાકથી બચવું. વાહન ચલાવતી વખતે આજે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે.
સિંહ:
આજનો દિવસે સિંહ રાશિના જાતકોના સામાજિક વર્તુળ વધશે અને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે મુલાકાત થવાના યોગ છે. ભાગ્યનો પૂરો સાથ મળવાને કારણે સરકારી કે અટકેલા કાનૂની કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. વ્યાપાર કરતા જાતકો માટે આકસ્મિક ધનલાભની સ્થિતિ સર્જાઈ શકે છે. વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે કોઈ સારા સમાચાર આવી શકે છે. વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે અને સંતાન પક્ષ તરફથી ચિંતા મુક્ત થશો. શારીરિક ઉર્જા જાળવી રાખવા માટે પૂરતો આરામ લેવો. સંતાનની સંગત પર તમારે આજે ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તે કોઈ ખોટી સંગતમાં ફસાઈ શકે છે.
કન્યા:
કન્યા રાશિના જાતકોના જીવનમાં આજે ખુશહાલી લઈને આવશે. આજે તમારે કામના અતિશય બોજને કારણે શારીરિક અને માનસિક થાકનો અનુભવ કરવો પડી શકે છે. પ્રોફેશનલ લાઈફમાં નાની-મોટી મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ ધીરજથી કામ લેશો તો ઉકેલ મળી જશે. નાણાકીય વ્યવહારો કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી અને ઉધાર આપવાનું ટાળવું. પરિવારના સભ્યોની સલાહ તમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદરૂપ સાબિત થશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. મોસમી બીમારીઓથી સાવધ રહેવું જરૂરી છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
તુલા:
તુલા રાશિના જાતકોએ આજે કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવાનો રહેશે. વ્યાપારિક અને આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે અત્યંત નફાકારક સાબિત થશે. ભાગીદારીમાં ચાલી રહેલા કામોમાં મોટો ફાયદો થવાની અને સંબંધો સુધરવાની સંભાવના છે. નોકરીમાં પ્રમોશન કે ઈન્ક્રીમેન્ટ સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. દાંપત્યજીવનમાં ખુશીઓ આવશે અને જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતામાં વધારો થશે. જૂના રોગોમાંથી મુક્તિ મળતા આજે તમે શારીરિક રીતે હળવાશ અનુભવશો. આજે બિઝનેસ કરી રહેલાં જાતકોને એક પછી એક નફાની તક મળશે.
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેવાનો છે. આજના દિવસે તમારા શત્રુઓ પરાસ્ત થશે અને તમારા અટકેલા કાર્યો પોતાની મેળે પૂરા થવા લાગશે. નોકરી શોધતા યુવાનોને આજે કોઈ સારી કંપનીમાંથી ઈન્ટરવ્યુ માટે કોલ આવી શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને જૂનું દેવું ચૂકવવામાં તમે સફળ રહેશો. વ્યવસાયમાં નવા ગ્રાહકો જોડાવાથી નફો વધશે, જે ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. મોસાળ પક્ષ તરફથી કોઈ સારા સમાચાર કે સહયોગ મળી શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, ઉર્જા જળવાઈ રહેશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
ધન:
ધન રાશિના જાતકોના જીવનમાં આજનો દિવસ સફળતા અને સકારાત્મક્તા લઈને આવશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકો માટે આજનો દિવસ સફળતા આપનારો રહેશે. બૌદ્ધિક અને રચનાત્મક કાર્યોમાં તમારી રુચિ વધશે, જેનાથી કાર્યક્ષેત્રે તમારી અલગ ઓળખ ઊભી થશે. શેરબજાર કે લોટરી જેવા જોખમી કાર્યોમાં સમજી-વિચારીને કરેલું રોકાણ લાભ આપી શકે છે. પ્રેમ જીવન જીવતા લોકો માટે દિવસ રોમેન્ટિક રહેશે અને સંબંધો વધુ મજબૂત બનશે. સંતાનોની પ્રગતિ જોઈને મન આનંદિત રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે.
મકર:
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવાનો રહેશે. આજે ભૌતિક સુખ-સુવિધાઓ પાછળ ખર્ચ વધવાની સંભાવના છે, તેથી બજેટનું ધ્યાન રાખવું. ઘરમાં કોઈ નવી વસ્તુ કે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની ખરીદી થઈ શકે છે. નોકરીમાં કામનું દબાણ વધુ રહેવાને કારણે તમે પરિવારને પૂરતો સમય આપી શકશો નહીં. માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે, તેથી તેમની યોગ્ય કાળજી લેવી. પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં કોઈપણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા બરાબર વાંચી લેવું હિતાવહ છે. સંતાનને તમે આજે કોઈ જવાબદારી સોંપશો તો તે સારી રીતે જવાબદારી પૂરી કરશે.
કુંભ:
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આજના દિવસે તમારા પરાક્રમ અને આત્મવિશ્વાસમાં અસાધારણ વધારો જોવા મળશે. નાના ભાઈ-બહેનો સાથેના સંબંધો વધુ મધુર બનશે અને તેમની તરફથી આર્થિક મદદ પણ મળી શકે છે. ધંધાકીય અર્થે કરેલી ટૂંકી મુસાફરી ભવિષ્યમાં મોટા આર્થિક લાભ કરાવી આપશે. ઓફિસમાં તમારી કામગીરીની પ્રશંસા થશે અને નવી જવાબદારી સોંપાઈ શકે છે. વિરોધીઓ તમારી સામે નબળા સાબિત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે માનસિક રીતે ખૂબ શાંતિ અનુભવશો. વાહન ચલાવતી વખતે આજે ખાસ ધ્યાન રાખો, નહીંતક અકસ્માત થવાની શક્યતા છે.
મીનઃ
મીન રાશિના જાતકો માટે આજનો દિવસે આકસ્મિક ધનલાભની તક લઈને આવી રહ્યો છે અને જેનાથી આર્થિક સ્થિતિ સુધરશે. વાણીની મધુરતાથી તમે વ્યવસાયિક ડીલ અને સામાજિક સંબંધો સુધારવામાં સફળ રહેશો. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે, જેનાથી ઘરમાં ખુશીનો માહોલ રહેશે. બચત કરવાની યોજનાઓ પર કામ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. અટકેલા નાણાં પરત મળવાની આશા રાખી શકો છો. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે, આંખોની સંભાળ રાખવી. ઘર-પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે, જેને કારણે મહેમાનોની અવરજવર રહેશે. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપો.