Wed Apr 22 2026

Logo

આજનું રાશિફળ (22-04-26): મિથુન રાશિમાં ગ્રહોનો મહાસંયોગ! વૃષભ અને સિંહ રાશિને મળશે આર્થિક લાભ, જાણી લો તમારા માટે કેવો રહેશે દિવસ...

2026-04-22 00:03:39
Author: Darshana Visaria
Article Image

મેષઃ

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરનારો સાબિત થઈ રહ્યો છે. કામના સ્થળે આજે તમારી કાર્યક્ષમતા અને લીડરશિપ ક્વોલિટીના ભરપૂર વખાણ થશે. આજના દિવસે તમારા આત્મવિશ્વાસમાં અદભૂત વધારો જોવા મળશે. કાર્યક્ષેત્રમાં તમારી આવડતની પ્રશંસા થશે અને વિરોધીઓ પરાસ્ત થશે. ભાઈ-બહેનો સાથેના જૂના મતભેદો દૂર થશે અને મિલકત સંબંધિત કામકાજમાં સફળતા મળશે. ગણેશજીની આરાધના કરવી અને લીલા રંગના વસ્ત્રો પહેરવા તમારા માટે શુભ રહેશે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે. 

 

વૃષભ: 

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો અલગ રહેશે. તમારી કુંડળીના બીજા ભાવમાં ચંદ્ર હોવાથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે. અટકેલા નાણાં અચાનક પરત મળી શકે છે અને સોના કે ચાંદીમાં રોકાણ માટે ઉત્તમ દિવસ છે. પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર થશે. વાણીમાં મધુરતા રાખવી, કારણ કે તમારી બોલી આજે મોટા સોદાઓ પાર પાડી શકે છે. આજે તમારા તમામ કામ યોજના પ્રમાણે અને નક્કી કરેલાં સમય પર પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. ઘર કે પ્રોપર્ટી ખરીદવાનું તમારી સપનું સાકાર થઈ રહ્યું છે. 

 

મિથુન: 

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પણ શુભ રહેશે. આજે તમે વિચારેલા તમામ કામકાજ એકદમ સમય પર પૂરીતમારી રાશિમાં જ ગજકેસરી રાજયોગ હોવાથી આજનો દિવસ તમારા માટે 'ભાગ્યશાળી' સાબિત થશે. માનસિક પ્રસન્નતા જળવાઈ રહેશે અને શારીરિક રીતે તમે સ્ફૂર્તિ અનુભવશો. નવો વ્યાપાર શરૂ કરવા કે સરકારી કામકાજ માટે આજનો દિવસ સૌથી વધુ અનુકૂળ છે. દામ્પત્ય જીવનમાં પ્રેમ અને પરસ્પર વિશ્વાસમાં વધારો થશે. આજે બિઝનેસના કામને કારણે કોઈ જગ્યાએ બહાર જવાનું થશે. આ વિઝિટને કારણે ભવિષ્યમાં તમને કોઈ લાભ થઈ રહ્યો છે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. 

 

કર્ક: 

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સાવધાની અને સમજી વિચારીને આગળ વધવાનો રહેશે. આજે તમારે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાથી બચવાનો રહેશે. બિનજરૂરી ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી છે, કારણ કે બહારના કામકાજમાં વ્યસ્તતા વધશે. જોકે, વિદેશ જવાની કે વિદેશી વેપારની ઈચ્છા રાખતા જાતકો માટે આજે સફળતાના યોગ છે. માનસિક રીતે થોડી ચિંતા રહી શકે છે, પરંતુ સાંજ સુધીમાં પરિસ્થિતિ સુધરશે. ભગવાન શિવને અભિષેક કરવો તમારા માટે લાભદાયક રહેશે. વાહન ચલાવતી વખતે આજે તમારે ખાસ સાવધાની રાખવી પડશે. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. 

 

સિંહ: 

આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે થોડી સાવધાનીપૂર્વક આગળ વધવાનો રહેશે. સંતાન તરફથી આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આર્થિક લાભ માટે આજનો દિવસ અત્યંત શુભ છે. મિત્રો અને વડીલોના સહયોગથી તમારા અટકેલા કામો પૂરા થશે. શેરબજાર કે લાંબા ગાળાના રોકાણમાં અણધાર્યો ફાયદો થવાની સંભાવના છે. સંતાનોની પ્રગતિ જોઈને મન સંતોષ અનુભવશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને નવા સંપર્કો બનશે. જીવનસાથી સાથે જો કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો હશે તો આજે તમારે આજે વાતચીતના માધ્યમથી ઉકેલ લાવવો પડશે. 

 

કન્યા: 

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશહાલી લઈને આવશે. આજે તમારી કુંડળીના દસમા ભાવમાં ગુરુ-ચંદ્રની યુતિ કરિયરમાં મોટી તક અપાવી શકે છે. નોકરીમાં પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓ માટે નફાકારક દિવસ રહેશે અને પ્રતિસ્પર્ધીઓ સામે જીત થશે. ઘરના વડીલોના આશીર્વાદ તમારી પ્રગતિમાં મદદરૂપ થશે. તમારી કાર્યશૈલીમાં સકારાત્મક બદલાવ આવશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે અને વાત લગ્ન સુધી પહોંચી જશે. ઘરમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે, જેને કારણે તમારા ઘરે મહેમાનોની અવરજવર રહેશે. 

 

તુલા:

તુલા રાશિના જાતકો માટે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવાથી તમારી ધાર્મિક રુચિમાં વધારો થશે. ઉચ્ચ અભ્યાસમાં વ્યસ્ત વિદ્યાર્થીઓ માટે આશાસ્પદ દિવસ છે. કોઈ દૂરના સ્થળેથી શુભ સમાચાર મળી શકે છે. પિતા સાથેના સંબંધોમાં સુધારો થશે અને તેમના માર્ગદર્શનથી તમે મુશ્કેલ સમસ્યાનો ઉકેલ લાવી શકશો. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકોએ આજે પોતાની આસપાસના લોકોથી વિશેષ સાવધાની રાખવી પડશે, નહીં તો નુકસાન થવાની શક્યતા છે. મિત્રો અને પરિવારના સભ્યો સાથે આજે તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે થોડી વિશેષ સાવધાની રાખવી પડશે. 

 

વૃશ્ચિક: 

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. સ્વાસ્થ્ય બાબતે થોડી સાવચેતી રાખવી, ખાસ કરીને ખાનપાનમાં ધ્યાન રાખવું. આર્થિક વ્યવહારોમાં ઉતાવળ કરવી નહીં અને અજાણી વ્યક્તિ પર ભરોસો ન કરવો. ગુરુની કૃપાથી અચાનક કોઈ પૂર્વજોની સંપત્તિથી લાભ થઈ શકે છે. સાધના અને મનન માટે આજનો દિવસ ઉત્તમ છે, જેનાથી માનસિક શાંતિ મળશે. લાંબા સમય બાદ આજે તમારી મુલાકાત કોઈ જૂના મિત્ર સાથે થશે અને તમે એની સાથે હસી-ખુશી સમય પસાર કરશો. આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. 

 

ધન: 

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યો છે. આજે માતા-પિતાની કોઈ વાત તમને ખરાબ લાગી શકે છે, પરંતુ તમે એમને કંઈ પણ કહેશો નહીં. વેપારીઓ માટે આજે ભાગીદારીના કામમાં મોટો લાભ થઈ શકે છે. જીવનસાથી સાથેનો સંબંધ મજબૂત બનશે અને તમે કોઈ નવો પ્રોજેક્ટ સાથે મળીને શરૂ કરી શકો છો. સામાજિક વર્તુળમાં તમારો માન-મરતબો વધશે. લગ્નોત્સુક જાતકો માટે સારા સમાચાર આવી શકે છે. સાસરિયામાંથી કોઈ આજે તમને મળવા આવશે. કોઈ મિત્ર માટે આજે તમારે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. 

 

મકર: 

આજનો દિવસ મકર રાશિના જાતકો માટે અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. સંતાન તરફથી આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારી સ્પર્ધાત્મક શક્તિમાં વધારો થશે અને કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળશે. જૂના દેવામાંથી મુક્તિ મેળવવાની નવી તક પ્રાપ્ત થશે. ઓફિસમાં તમારા સહકર્મીઓ તમારા કામમાં મદદરૂપ થશે. જોકે, મોસમી બીમારીઓથી સાવધ રહેવું. પક્ષીઓને ચણ નાખવી તમારા માટે હિતાવહ રહેશે. જીવનસાથી તમારી પાસે આજે કોઈ વસ્તુની માગણી કરી શકે છે અને તમે એની એ માગણી પૂરી પણ કરશો. 

 

કુંભ: 

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સમજી વિચારીને કોઈ પણ કામમાં આગળ વધવાનો રહેશે. આજે તમારે તમારા કોઈ પણ કામની યોજના બનાવીને આગળ વધવાનો રહેશે તો જ તમારા કામમાં તમને સફળતા મળશે. તમારી કુંડળીના પાંચમાં ભાવમાં ગજકેસરી યોગ સંતાન પક્ષ તરફથી અત્યંત ખુશી અપાવશે. જે લોકો લેખન કે કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને નવી ઓળખ મળશે. પ્રેમ સંબંધોમાં ગંભીરતા આવશે અને તમે ભવિષ્યના મહત્વના નિર્ણયો લઈ શકશો. અચાનક ધનલાભ થવાની પ્રબળ શક્યતા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ થોડો નબળો રહેશે.

 

મીન: 

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો નોર્મલ રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં આજે મીઠાશ આવી રહી છે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે તેમના ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે અને નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવા માટે શ્રેષ્ઠ સમય છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને પારિવારિક શાંતિ જળવાઈ રહેશે. કાર્યક્ષેત્રમાં કામનું ભારણ ઘટશે અને તમે પરિવાર સાથે વધુ સમય વિતાવી શકશો. માનસિક રીતે સંતોષ અને શાંતિનો અનુભવ થશે. કોર્ટ-કચેરીનો કેસ ચાલી રહ્યો હશે તો આજે તેનો પણ ઉકેલ આવી રહ્યો છે.

વધુ જુઓ...