Wed Jun 24 2026

Logo

આજનું રાશિફળ (03-02-26)): આજે ચંદ્ર ગ્રહણના દિવસે મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ? જાણી લો એક ક્લિક પર...

2026-03-03 00:00:18
Author: Darshana Visaria
Article Image

મેષ: 

આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે માનસિક રીતે દોડધામ કરાવનારો રહેશે. આજે ચંદ્રગ્રહણની સીધી અસર તમારી રાશિ પર હોવાથી બિનજરૂરી ચિંતા અને કાર્યમાં વિલંબ થઈ શકે છે. નાણાકીય લેવડ-દેવડમાં ખાસ સાવધાની રાખવી અને ઉતાવળિયો નિર્ણય ન લેવો. પરિવારમાં શાંતિ જાળવવી અને વાણી પર સંયમ રાખવો હિતાવહ છે. સ્વાસ્થ્યમાં માથાનો દુખાવો કે બેચેની રહી શકે છે. વિચાર અને વાણી પર સંયમ રાખીને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. કોઈ પણ ઉધાર આપતાં પહેલાં આજે ખૂબ જ સમજી વિચારીને આપો. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી રાહત મળશે.

વૃષભ: 

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. ગ્રહણના પ્રભાવને કારણે ખર્ચમાં વધારો થઈ શકે છે, તેથી બજેટનું ધ્યાન રાખવું. ભાગીદારીના કામમાં મનદુઃખ થવાની શક્યતા છે. સામાજિક ક્ષેત્રે થોડી સાવધાની રાખવી. પ્રેમ સંબંધોમાં ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કરવો. આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે. જીવનસાથી સાથે મતભેદ થવાના યોગ બની રહ્યા છે. સંતાન તરફથી કોઈ નિરાશાજનક સમાચાર સાંભળવા મળશે, જેને કારણે તમે વ્યથિત થઈ જશો. ગાયને ગોળ-ઘાસ ખવડાવવાથી દિવસ શુભ જશે.

મિથુન: 

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના દ્વાર ખોલનારો રહેશે. અટકી પડેલાં સરકારી કામો પૂર્ણ થવાના યોગ છે. ગ્રહણ હોવા છતાં તમારી આવકના સ્ત્રોત વધશે. મિત્રો અને વડીલોનો સહયોગ પ્રાપ્ત થશે. સંતાનોના અભ્યાસ બાબતે સારા સમાચાર મળી શકે છે. વેપારમાં નવી યોજનાઓ પર અમલ કરી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથી તમારા પાસેથી આજે કોઈ વસ્તુની માગણી કરી શકે છે અને તમે એમની એ માગણી પૂરી પણ કરશો. પરિવાર અને મિત્રો સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવશો, પણ કિંમતી માલ-સામાનનું ધ્યાન રાખો. પક્ષીઓને ચણ નાખવી શુભ રહેશે.

કર્ક: 

કર્ક રાશિના જાતકોએ આજે માનસિક શાંતિ જાળવવી પડશે. તમારી રાશિનો સ્વામી ચંદ્ર ગ્રહણના પ્રભાવમાં હોવાથી મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે. કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધુ રહેશે. માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. મિલકતને લગતા વિવાદોથી દૂર રહેવું. આધ્યાત્મિક મંત્રોનો જાપ કરવાથી મન શાંત થશે. આજે વિના કારણ કોઈને પણ સલા-સૂચન આપવાનું ટાળો. મિત્રો સાથે કોઈ મુદ્દે વાદ-વિવાદ થવાના યોગ બની રહ્યા છે. મનને શાંત રાખવા માટે મેડિટેશન વગેરેનો સહારો લેવો પડશે. શિવલિંગ પર જળ અર્પણ કરવું શ્રેષ્ઠ રહેશે.

સિંહ: 

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થશે. ગ્રહણના પ્રભાવ છતાં ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. લાંબા સમયથી અટકેલી મુસાફરીના યોગ બની રહ્યા છે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં સુધારો થશે. આર્થિક લાભ થવાની પૂરી શક્યતા છે. નવી નોકરીની શોધમાં હોવ તો સફળતા મળશે. લોહીના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. બિઝનેસ માટે કોઈ પાર્ટનર શોધી રહ્યા હોવ તો આજે પાર્ટનરશિપ માટે અનુકૂળ સમય છે. એક કરતાં વધારે જગ્યાએથી નફો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સૂર્ય નારાયણને જળ ચઢાવવું અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો.

કન્યા:

આજનો દિવસ કન્યા રાશિના જાતકોએ થોડી સાવધાની સાથે આગળ વધવાની જરૂર છે. અચાનક સ્વાસ્થ્ય બગડવાની કે ઈજા થવાની શક્યતા છે, તેથી વાહન સાવધાનીથી ચલાવવું. વાણીમાં કટુતા ન આવે તેનું ધ્યાન રાખવું, અન્યથા વિવાદ વધી શકે છે. આર્થિક રોકાણ માટે દિવસ યોગ્ય નથી. ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવું પડશે, નહીં તો તેઓ તમારા કામ બગાડવાનો પ્રયાસ કરશે. આજે કામની વ્યસ્તતા વચ્ચે પણ માતા-પિતા સાથે સમય પસાર કરવો પડશે નહીં તો સંબંધો વણસી શકે છે. ગણેશજીની આરાધના કરવી અને સંકટ નાશન સ્તોત્રનો પાઠ કરવો લાભદાયી રહેશે. 

તુલા: 

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ દાંપત્ય જીવનમાં ઉતાર-ચઢાવ લાવી શકે છે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા પ્રયત્ન કરવો. વેપારમાં ભાગીદારીના નિર્ણયો લેતી વખતે ગંભીરતા રાખવી. ગ્રહણને કારણે માનસિક તણાવ રહી શકે છે. નાણાકીય આયોજનમાં અડચણ આવી શકે છે. સાંજે મિત્રો સાથે સમય વિતાવવાથી મન હળવું થશે. તુલા રાશિના જાતકોએ આજે વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી પડશે, નહીં તો અકસ્માત થવાની શક્યતા છે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકોએ આજે ખાસ સાવધાની રાખવી પડશે. મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી સંકટો દૂર થશે. 

વૃશ્ચિક: 

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ વિજયી રહેશે. ગ્રહણની અસરથી તમારા શત્રુઓ પરાજિત થશે. કોર્ટ-કચેરીના મામલામાં તમારી તરફેણમાં ચુકાદો આવી શકે છે. નોકરીમાં તમારી મહેનતની પ્રશંસા થશે. જૂના રોગમાંથી મુક્તિ મળવાની શક્યતા છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. લોન લેવા માટે પ્રયત્ન કરતા હોવ તો સફળતા મળશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. જીવનસાથી સાથે મળીને સંતાનના કરિયર સંબંધિત કોઈ મહત્ત્વનો નિર્ણય તમે લેશો. હનુમાનજીને સિંદૂર ચઢાવવું શુભ રહેશે.

ધન: 

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સર્જનાત્મક રહેશે. સંતાનોના પ્રશ્નોમાં સફળતા મળશે. જોકે, શેરબજાર કે સટ્ટાકીય પ્રવૃત્તિથી દૂર રહેવું, આર્થિક નુકસાન થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં થોડી ઉગ્રતા આવી શકે છે, શાંતિથી કામ લેવું. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં એકાગ્રતા વધારવી પડશે. નવા કાર્યોમાં ઉતાવળ ન કરવી. આજે ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. પરિવારના સભ્યો સાથે તમે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવશો. ધનલાભ થતાં તમારી ખુશીનો કોઈ પાર નહીં રહે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અત્યંત ફળદાયી રહેશે. 

મકર: 

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓ પર ધ્યાન આપવાનો રહેશે. જમીન કે મકાનની ખરીદીના યોગ છે, પરંતુ ગ્રહણને ધ્યાનમાં રાખીને દસ્તાવેજી કામોમાં સાવધાની રાખવી. ઘરેલું વાતાવરણ થોડું અશાંત રહી શકે છે. કામમાં એકાગ્રતા રાખવી જરૂરી છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટકી પડેલું કામ આજે પૂરું થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓની માનસિક અને બૌદ્ધિક બોજમાંથી મુક્તિ મળશે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે મજબૂતી મળશે. શનિ ચાલીસાના પાઠ કરવાથી નકારાત્મક અસરો ઓછી થશે. 

 

કુંભ: 

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. ગ્રહણ હોવા છતાં ટૂંકી મુસાફરી લાભદાયી રહેશે. પડોશીઓ કે ભાઈઓ સાથેના સંબંધો મધુર બનશે. લેખન કે કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે ઉત્તમ સમય છે. આવકમાં વૃદ્ધિ થશે. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તે કોઈ ખોટી સંગતમાં ફસાઈ શકે છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે આજે તમારી મુલાકાત થઈ શકે છે. ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર 'ઓમ નમઃ શિવાય' ના જાપ કરવાથી લાભ થશે. 

મીન: 

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે. ધન સંબંધી બાબતોમાં અનુકૂળતા રહેશે, પરંતુ આંખ કે ગળામાં તકલીફ થઈ શકે છે. પારિવારિક કોઈ જૂનો વિવાદ ઉકેલાઈ શકે છે. મોંઘી વસ્તુઓની ખરીદી કરી શકો છો. સામાજિક પ્રસંગોમાં તમારી હાજરી નોંધપાત્ર રહેશે. ગ્રહણને કારણે ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું. જો લાંબા સમયથી કોઈ સમસ્યા સતાવી રહી હશે તો આજે તમારી એ સમસ્યાનો નિવેડો આવશે. જીવનસાથી તમારા માટે આજે કોઈ સરપ્રાઈઝનું પ્લાનિંગ કરી શકે છે. ગાયત્રી મંત્રના જાપ કરવાથી દિવસ સકારાત્મક બનશે.