તેહરાનઃ ઈરાન-અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધમાં અનેક રીતે મોટું નુકસાન થયું છે. ઈરાન અને અમેરિકા બન્નેને આ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પણ વાવડ હવે એવા મળી રહ્યા છે કે, 28 મી ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઈઝરાયલ દ્વારા થયેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ થયું હતું. હવે ચાર મહિના બાદ એના અંતિમ સંસ્કાર થવાના છે. આ અંતિમ સંસ્કાર વિધિમાં ઈરાનના રાષ્ટ્રપતિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ પાઠવ્યું છે.
પાંચ દિવસ સુધી ચાલશે અંતિમવિધિ
5થી 9 જુલાઈ સુધી એની અંતિમવિધિ ચાલવાની છે. ડિપ્લોમેટિક સૂત્રોના જણાવ્યા અનુસાર ઈરાનના પ્રેસિડન્ટ મસૂદ પેજેશકિયને વડા પ્રધાન મોદીને ખામેનેઈના અંતિમ સંસ્કાર માટે આમંત્રણ આપ્યું છે. હવે વડા પ્રધાન મોદી ઈરાન જશે કે નહીં એ અંગે હજુ સુધી નવી દિલ્હી તરફથી કોઈ વાત મળી નથી. આ એ સમયની વાત છે જ્યારે અયાતુલ્લાહ ખામેનેઈ પોતાના આવાસ પર રિવોલ્યુશનરી ગાર્ડના પ્રમુખ પાકપુર મોહમ્મદ અને સુરક્ષા સલાહકાર શમખાની અલી સાથે જરૂરી બેઠક કરી રહ્યા હતા.આ દરમિયાન અમેરિકા અને ઈઝરાયલે તેના ઠેકાણા પર બૉંબમારો કર્યો હતો. આ હુમલો એટલે ભીષણ હતો કે, ખામેનેઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ પહેલા ખામેનેઈના અંતિમસંસ્કાર માર્ચ મહિનામાં થવાના હતા.પણ વણસી રહેલી પરિસ્થિતિને ધ્યાને લેતા પછી આ કામ અટકી ગયું હતું.
ટ્ર્મ્પને મોકલવામાં આવી તસવીર
અમેરિકાએ ઈઝરાયલ સાથે મળીને આ લડાઈને લંબાવી દીધી હતી. હવે એમની અંતિમવિધિનો કાર્યક્રમ તેહરાનમાં યોજાશે. 86 વર્ષના ખામેનેઈના મૃત્યુ પછી લડાઈ વધારે તીવ્ર બની ગઈ હતી. આ પછી ઈરાનનું નેતૃત્વ અયાતુલ્લા રૂહોલ્લાહ ખુમૈનીએ સંભાળ્યું હતું.એક દાયકા પહેલા તેમણે ઈસ્લામિક ક્રાંતિનું નેતૃત્વ કર્યું હતું. ખુમૈનીને એ ક્રાંતિના મુખ્ય વિચારક માનવામાં આવે છે, જેણે રાજાશાહી શાસનને ખતમ કરવા માટે ઝુંબેશ ઉપાડ્યું હતું. ખામેનેઈએ સૈન્ય અને અર્ધ સૈન્યના ઢાંચાને આકાર આપ્યો હતો.આ હુમલા બાદ ખામેનેઈનો મૃતદેહ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂને બતાવવામાં આવ્યો હતો. આ મૃતદેહને કાળમાળમાંથી બાહર કાઢવામાં આવ્યો હતો. એમનો ફોટો ક્લિક કરીને અમેરિકાના ડૉનાલ્ડ ટ્રમ્પને પણ મોકલી દેવાયો હતો.