મેષ:
હનુમાન જયંતિના દિવસે તમારી રાશિમાં સૂર્ય અને બુધની યુતિ ભાગ્યોદય કરાવશે. કરિયરમાં નવી જવાબદારીઓ મળશે અને આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે અને ધન કમાવવાના નવા આઈડિયા સફળ થશે. આજે લાંબા સમયથી અટકી પડેલું કામ પૂરું થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો જ પડશે. આજે તમારે મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. આજે કોઈને મદદ કરવાનો મોકો મળે તો અવશ્ય મદદ કરજો. વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું આ સમયે સાકાર થઈ રહ્યું છે.
વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. આજે શુક્ર તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યો હોવાથી નાણાકીય લાભના મજબૂત યોગ છે. જૂનું રોકાણ આજે મોટો લાભ આપી શકે છે અને વેપારમાં નવી ભાગીદારી માટે સમય સાનુકૂળ છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અને પરસ્પર વિશ્વાસ વધશે. શેરબજારમાં રોકાણ કરતી વખતે થોડી સાવધાની રાખવી. સંતાનો તમારી અપેક્ષા પર ખરા ઉતરશે. જીવનસાથી સાથે આજે કોઈ જગ્યાએ શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે.
મિથુન:
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માન-સન્મામાં વૃદ્ધિ કરાવનારો રહેશે. આજે ઓફિસમાં સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે, જેનાથી મહત્વના પ્રોજેક્ટ સમયસર પૂરા થશે. તમારી રચનાત્મક શક્તિ ખીલી ઉઠશે, જે કલા અને સાહિત્ય સાથે જોડાયેલા લોકો માટે લાભદાયી રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે, પરંતુ મોજશોખ પાછળ ખર્ચ વધી શકે છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાની શક્યતા છે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે ઉપરી અધિકારીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે.
કર્ક:
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. બિઝનેસ કરી રહેલાં જાતકોને આજે મોટો નફો થઈ રહ્યો છે. આજે માનસિક શાંતિ માટે હનુમાનજીની ઉપાસના કરવી હિતાવહ છે. નોકરીમાં સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, જે ભવિષ્યમાં પ્રગતિના દ્વાર ખોલશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને અજાણ્યા લોકો પર વધુ વિશ્વાસ ન કરવો. ઘર કે વાહન ખરીદવાની યોજના સફળ થઈ શકે છે. પાર્ટનર સાથે સારો સમય પસાર થશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે અને તમે હસી-ખુશી સમય પસાર કરશો.
સિંહ:
આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને આ સમયે માનસિક અને બૌદ્ધિક બોજમાંથી મુક્તિ મળી રહી છે. તમારી રાશિનો સ્વામી સૂર્ય ઉચ્ચનો હોવાથી આજે ભાગ્યનો પૂરો સાથ મળશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. વ્યવસાયમાં સાહસ કરવું ફાયદાકારક સાબિત થશે અને આકસ્મિક ધનલાભ થતા ખુશીનો પાર નહીં રહે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા સમાચાર મળી શકે છે. માતા સાથે કોઈ મુદ્દે વૈચારિક મતભેદ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં આજે ખુશહાલી આવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે દિવસ થોડો નરમ ગરમ રહેશે.
કન્યા:
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ ફળદાયી રહેવાનો છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે અને વાત લગ્ન સુધી પહોંચશે. આજે કાર્યસ્થળ પર વિરોધીઓ સક્રિય થઈ શકે છે, તેથી તમારી યોજનાઓ ગુપ્ત રાખવી. આર્થિક લેવડ-દેવડમાં અત્યંત સાવધાની રાખવી અને કોઈને ઉધાર પૈસા આપવાનું ટાળવું. પરિવારમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો નહીંતર સંબંધોમાં કડવાશ આવી શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વિદેશથી વેપાર કરી રહેલાં જાતકોને આજે નફો થઈ રહ્યો છે.
તુલા:
તુલા રાશિના જાતકોના આત્મવિશ્વાસ અને સાહસમાં આજે વૃદ્ધિ થઈ રહી છે. સ્વાસ્થ્યનું થોડું ખાસ ધ્યાન રાખવું પડશે. ભાગીદારીના કામમાં આજે મોટી સફળતા મળશે અને નવી વ્યવસાયિક તકો પ્રાપ્ત થશે. જીવનસાથી સાથેના સંબંધોમાં નવી તાજગી આવશે અને જૂના દેવામાંથી મુક્તિ મળવાના યોગ છે. માનસિક રીતે તમે આજે વધુ સંતુલિત અને આશાવાદી અનુભવશો. ઘરમાં મહેમાનોની અવરજવરને કારણે ઉત્સાહનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થઈ શકે છે.
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક લાભની તક લઈને આવી રહ્યો છે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાનિંગ કરશે. ઘર-પરિવારમાં આજે કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. રાજયોગના પ્રભાવથી આજે તમને કોઈ મહત્વપૂર્ણ બિઝનેસ ડીલ મળી શકે છે. મિલકત અને સંપત્તિમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે અને શત્રુઓ પરાજિત થશે. કાર્યક્ષેત્રમાં સખત મહેનત પછી જ સફળતા મળશે, પરંતુ પરિણામ ધાર્યા કરતા વધુ સારા હશે. કુંવારા લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે. પેટની સમસ્યાથી સાવધ રહેવું.
ધન:
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો વધારે સારો રહેશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ લાંબા સમયથી અટવાઈ પડેલું કામ પૂરું થઈ રહ્યું છે. આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે રચનાત્મક કાર્યોમાં તમારી રુચિ વધશે અને પ્રેમ જીવનમાં ખુશીઓનું આગમન થશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે અને શેરબજારમાંથી આર્થિક લાભ થઈ શકે છે. સંતાન સુખ મળવાની પ્રબળ શક્યતા છે. મિત્રો સાથે મનોરંજન પાછળ સમય વિતશે, પરંતુ સાસરિયા પક્ષ સાથે વાદ-વિવાદ ટાળવો. અધિકારીઓનો સાથ મળશે.
મકર:
આજનો દિવસ મકર રાશિના જાતકો માટે જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ લઈને આવશે. ઘર-પરિવારમાં આજે ખુશીનો માહોલ જોવા મળશે. નોકરી કરી રહેલાં જાતકો માટે આજનો દિવસ સહકર્મચારીઓથી થોડી સાવધાની રાખીને આગળ વધવાનો રહેશે. આજે શત્રુઓ તમારી છબિ ખરાબ કરવાનો પ્રયાસ કરશે, તેથી સાવધ રહેવું. તમારું ધ્યાન સુખ-સુવિધાઓ અને ઘરના નવીનીકરણ પર રહેશે અને પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છા પૂરી થશે. માતા સાથેના સંબંધોમાં મધુરતા આવશે. રાજકારણમાં જોડાયેલા લોકો માટે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત ફાયદાકારક રહેશે. હૃદયના દર્દીઓએ સાવધ રહેવું.
કુંભ:
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી સાવધાની રાખવાનો રહેશે. આજે ભાઈ-બહેનોની મદદથી આજે કોઈ મોટું કામ પૂરું થશે અને તમારી પરાક્રમ શક્તિમાં વધારો થશે. માર્કેટિંગ અને મીડિયા સાથે જોડાયેલા લોકો માટે પ્રગતિના યોગ છે. આર્થિક સ્થિતિ સુધરશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. આકસ્મિક ધનલાભ થવાની પૂરેપૂરી શક્યતા છે. કોઈ સંબંધી તરફથી માઠા સમાચાર મળી શકે છે. બિઝનેસ કરી રહેલાં જાતકોને આજે બિઝનેસ સંબંધિત કોઈ કામકાજ માટે બહાર જવું પડી શકે છે. સંતાનની સંગત પર આજે તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે, નહીં તો તે ખોટી સંગતમાં ફસાઈ શકે છે.
મીન:
આજનો દિવસ આ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમારે તમારી વાણીમાં મધુરતા જાળવી રાખવી અત્યંત જરૂરી છે, નહીંતર બનેલા કામ બગડી શકે છે. આર્થિક રીતે દિવસ મિશ્ર રહેશે અને અચાનક ખર્ચ વધવાની શક્યતા છે. પરિવારમાં સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે, તેથી ધીરજથી કામ લેવું. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે. સ્વાસ્થ્યને લઈને આજે થોડી સાવધાની રાખવી પડશે.