Wed Jun 24 2026

Logo

આજનું રાશિફળ (01-03-26): માર્ચ મહિનાનો ધમાકેદાર પ્રારંભ, મેષ અને મકર રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર...

2026-03-01 00:36:59
Author: Darshana Visaria
Article Image

મેષ
મેષ રાશિના જાતકો માટે માર્ચ મહિનાની શરૂઆત ઉત્સાહથી ભરપૂર રહેવાનો છે. આજે રવિવારની રજા હોવા છતાં મનમાં ભવિષ્યની યોજનાઓ ચાલતી રહેશે. આર્થિક રીતે આજનો દિવસ લાભદાયી છે, અટકેલા નાણાં પરત મળવાની શક્યતા છે. પરિવાર સાથે માંગલિક પ્રસંગમાં હાજરી આપી શકો છો. જીવનસાથીનો સહયોગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, પરંતુ બહારનું ખાવાનું ટાળવું. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સૂર્ય નારાયણને જળ અર્પણ કરવું શુભ રહેશે.
 
વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ શાંતિ અને આરામ કરવાનોનો રહેશે. આજે તમે લાંબા સમયની ભાગદોડ પછી પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી, બિનજરૂરી ખર્ચ બજેટ બગાડી શકે છે. વેપારી વર્ગ માટે કોઈ નવી ડીલ અંગે ચર્ચા થઈ શકે છે. જૂના મિત્રો સાથેની મુલાકાત તાજગી આપશે. સ્વાસ્થ્ય બાબતે આંખ કે માથાના દુખાવાની ફરિયાદ રહી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપવું પડશે. ગાયને ઘાસ ખવડાવવાથી માનસિક શાંતિ મળશે. 
 
મિથુન: 
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને પ્રતિષ્ઠામાં વધારો થશે. બપોર પછી કોઈ અગત્યના સમાચાર મળી શકે છે જે તમારા કરિયર માટે મહત્વના સાબિત થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. આર્થિક વ્યવહારોમાં કોઈ પર આંધળો વિશ્વાસ ન કરવો. પેટ સંબંધિત તકલીફો થઈ શકે છે, તેથી ખાનપાનમાં સંયમ રાખવો. ઘર-પરિવારમાં આજે મહેમાનોની અવરજવર જોવા મળશે, એટલે પરિવારના સભ્યો તેમની આગતા સ્વાગતામાં વ્યસ્ત રહેશે. પક્ષીઓને ચણ નાખવી તમારા માટે હિતાવહ રહેશે.
 
કર્ક
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેશે. આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે અને કોઈ ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. નોકરીયાત વર્ગને આજે કામના ટેન્શનમાંથી મુક્તિ મળશે. મિલકત કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. પરિવારમાં વડીલોના આશીર્વાદથી કોઈ મોટું કામ સફળ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું, ખાસ કરીને બદલાતા વાતાવરણને કારણે શરદી-ઉધરસ થઈ શકે છે. જીવનસાથી સાથે આજે તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. શિવલિંગ પર જળ ચઢાવવાથી શાંતિ મળશે.
 
સિંહ
આજનો દિવસ સિંહ રાશિના જાતકોએ પોતાની વાણી અને વર્તન પર સંયમ રાખવો પડશે. બિનજરૂરી વિવાદો પરિવારમાં તણાવ પેદા કરી શકે છે. વ્યવસાયમાં હરીફોથી સાવધ રહેવું. આર્થિક રોકાણ માટે આજનો દિવસ અનુકૂળ નથી, તેથી ઉતાવળિયો નિર્ણય ન લેવો. સંતાનોના ભવિષ્યને લઈને ચિંતા રહી શકે છે. જીવનસાથી સાથે મતભેદ થવાની શક્યતા છે, ધીરજથી કામ લેવું. સ્વાસ્થ્યમાં નબળાઈ અનુભવાય શકે છે. વિદ્યાર્થીઓને લાંબા સમય બાદ આજે માનસિક અને બૌદ્ધિક બોજમાંથી મુક્તિ મળશે. સૂર્ય મંત્રના જાપ કરવાથી આત્મબળ વધશે અને નકારાત્મકતા દૂર થશે. 
 
કન્યા
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ નવી તકો લઈને આવશે. તમારી સર્જનાત્મકતા ખીલી ઉઠશે અને લોકો તમારા કામની કદર કરશે. અપરિણીત લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. વેપારમાં નફાના યોગ છે અને ભાગીદારીમાં વિશ્વાસ વધશે. જૂના રોકાણમાંથી સારો લાભ મળી શકે છે. સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે અને તમે સ્ફૂર્તિ અનુભવશો. ઘરમાં કોઈ નાની પાર્ટી કે પ્રસંગનું આયોજન થઈ શકે છે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. ભગવાન ગણેશની આરાધના કરવી તમારા માટે શ્રેષ્ઠ રહેશે. 
 
તુલા
તુલા રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્ય બાબતે વધુ કાળજી લેવાની જરૂર છે. અચાનક થકાવટ કે બેચેની અનુભવાય શકે છે. કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધુ રહેશે, પરંતુ સહકર્મીઓનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, મોટા ખર્ચ ટાળવા. પરિવારમાં ભાઈ-બહેનો સાથે વિવાદ થઈ શકે છે, મૌન રહેવું હિતાવહ છે. કોર્ટ-કચેરીના કામોમાં સફળતા મળવામાં વિલંબ થઈ શકે છે. સાંજે મનપસંદ પ્રવૃત્તિમાં સમય વિતાવવાથી હળવાશ અનુભવશો. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા કોઈ અટકી પડેલાં કામ પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. લક્ષ્મીજીની આરતી કરવી શુભ રહેશે. 
 
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. સંતાનો તરફથી ખુશખબર મળતા ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે. પ્રેમ જીવનમાં સફળતા મળશે અને તમે કોઈ મહત્વનો નિર્ણય લઈ શકશો. આર્થિક રીતે દિવસ ઉત્તમ છે, આવકના નવા સ્ત્રોત ઉભા થશે. વ્યવસાયમાં નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે યોગ્ય સમય છે. મિત્રો સાથે હરવા-ફરવાનું પ્લાનિંગ થઈ શકે છે. સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. આજે હરવા ફરવા દરમિયાન તમને કોઈ મહત્ત્વની માહિતી સાંભળવા મળી શકે છે, પણ તમારે એ માહિતી કોઈ સાથે પણ શેર કરવાથી બચવું જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે. 
 
ધન
આજનો દિવસ ધન રાશિના જાતકો માટે થોડો અસ્ત વ્યસ્તતાથી ભરપૂર રહેવાનો છે. આજે ઘરના સમારકામ કે સજાવટ પાછળ સમય અને નાણાં ખર્ચાઈ શકે છે. કાર્યસ્થળ પર તમારી મહેનતની પ્રશંસા થશે. માતાના સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહી શકે છે, તેથી તેમની સંભાળ રાખવી. સરકારી કામોમાં સફળતા મળશે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે કોઈ માર્ગ ખુલી શકે છે. આર્થિક આયોજન મજબૂત બનશે. યોગ અને પ્રાણાયામ કરવાથી માનસિક તણાવ ઓછો થશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો ફળદાયી રહેશે. 
 
મકર
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સાહસિક રહેશે. લાંબા સમયથી જે કામમાં અવરોધ આવતા હતા તે આજે દૂર થશે. ભાઈ-બહેનોનો પૂરો સહયોગ મળશે અને પારિવારિક સંબંધો મજબૂત થશે. ટૂંકી મુસાફરીના યોગ છે જે મન પ્રફુલ્લિત રાખશે. નોકરીમાં પ્રમોશનના સંકેત મળી રહ્યા છે. આર્થિક લાભ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ સાંધાના દુખાવાની જૂની તકલીફ ફરી થઈ શકે છે. જરૂરિયાતમંદને દાન કરવાથી આત્મિક સંતોષ મળશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. શનિદેવની ઉપાસના કરવી તમારા માટે લાભદાયી રહેશે.
 
કુંભ
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં મહત્વનો રહેશે. કુટુંબમાં કોઈ વાતને લઈને ચર્ચા થઈ શકે છે, જેમાં તમારી વાણી પર નિયંત્રણ રાખવું. ધન સંચય કરવામાં સફળ રહેશો. આકસ્મિક ધનલાભના યોગ છે. મહેમાનોના આગમનથી ઘરમાં રોનક આવશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી, વધુ પડતો કામનો બોજ ન લેવો. જીવનસાથી સાથે તાલમેલ સારો રહેશે. શુભ રહેશે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં મજબૂતી આવી રહી છે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે. ગરીબ બાળકોને કંઈક મીઠાઈ વહેંચવી 
 
મીન
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ અને આત્મચિંતનનો રહેશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને લોકો તમારી તરફ આકર્ષાશે. અટકેલા સરકારી કામો પૂર્ણ થશે. વ્યવસાયમાં તેજી જોવા મળશે અને આર્થિક સ્થિતિ સુધરશે. પરિવાર સાથે સાંજે આનંદદાયક સમય વિતશે. ધાર્મિક સાહિત્ય વાંચવામાં રુચિ જાગશે. સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા વડીલોની સલાહ લેવી હિતાવહ છે.આજે કામની વ્યસ્તતા વચ્ચે પણ તમારા માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે, નહીં તો તમારા સંબંધો વણસી શકે છે. ગુરુ મંત્રના જાપ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવશે.