અમદાવાદ-નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, અરૂણાચલ, આસામ, મેઘાલય સહિત દેશના 13 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપ્યું છે. આ દરમિયાન અનેક જગ્યાએ 50 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પૂર્વોત્તર ભારતમાં આગામી 6 થી 7 દિવસ સુધી ભારે વરસાદ જોવા મળી શકે છે. ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ શકે છે, વાહનવ્યવહાર પ્રભાવિત થઈ શકે છે તેમજ ભૂસ્ખલન જેવી ઘટનાની આશંકા છે. આ દરમિયાન ગુજરાતમાં આજે કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાક દરિયાન નવસારીના ગણદેવીમાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં આજે ક્યાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. જોકે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની શક્યતા છે.આવતીકાલથી 20 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, વાપી, દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે.
અમદાવાદમાં કેવું રહેશે હવામાન
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ વરસાદનો હજી સુધી કોઈ પત્તો નથી.
દેશના અન્ય રાજ્યોના વાતાવરણ પણ એક નજર
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી થોડા દિવસોમાં ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ અને બિહારના બાકીના ભાગોમાં આગળ વધવાની સંભાવના છે, જેનાથી ઘણા રાજ્યોને ગરમીથી રાહત મળવાની આશા છે. જોકે, ઉત્તરપશ્ચિમ ભારતમાં ચોમાસાની ગતિ ધીમી રહી છે, અહીં લોકો ગરમી અને ભેજ બંનેનો સામનો કરી રહ્યા છે.
मौसम संबंधी चेतावनी
— India Meteorological Department (@Indiametdept) June 14, 2026
मुख्य बिंदु
(i) उप-हिमालयी पश्चिम बंगाल और सिक्किम, अरुणाचल प्रदेश और असम और मेघालय में अगले 6-7 दिनों के दौरान कुछ जगहों पर भारी से बहुत भारी वर्षा होने की संभावना है।
(ii) मराठवाड़ा और विदर्भ के कुछ इलाकों में अगले 3-4 दिनों के दौरान उष्ण लहर चलने की… pic.twitter.com/olsCaKLoeE
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નૈઋત્યના ચોમાસાની આગળ વધવાની રેખા (Northern Limit of Monsoon) હાલ હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ અને ધનબાદ થઈને પસાર થઈ રહી છે. આગામી ચારથી પાંચ દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના વધુ ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે. આ ઉપરાંત, પશ્ચિમ રાજસ્થાનથી લઈને પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલી મોસમી ટ્રફ લાઇન હજુ પણ સક્રિય છે. હાલ નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.
દિલ્લી-એનસીઆરમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બિહારમાં પણ ગાજવીજનું એલર્ટ છે. રાજસ્થાનના કેટલાક જિલ્લામાં આંધી અને ગાજવીની સંભાવના છે, જ્યારે કેટલાક વિસ્તારમાં વરસાદનું એલર્ટ છે. ઉત્તરાખંડમાં આગામી 4-5 દિવસ દરમિયાન હવામાન સામાન્ય રહેશે. વરસાદ કે આંધી તોફાનનું એલર્ટ નથી.