Wed Sep 09 2026

Logo

2026ના અંત પહેલાં ત્રણ ગ્રહો બદલશે ચાલ! વૃષભ, સિંહ અને ધનુ રાશિના જાતકોને મળશે અણધાર્યો લાભ

2026-08-14 16:48:02
Author: Darshana Visaria
2026ના અંત પહેલાં ત્રણ ગ્રહો બદલશે ચાલ! વૃષભ, સિંહ અને ધનુ રાશિના જાતકોને મળશે અણધાર્યો લાભ

વર્ષ 2026 પૂર્ણાહૂતિ તરફ આગળ વધી રહ્યું છે પરંતુ આ વર્ષ પૂરું થાય એ પહેલાં જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત પ્રભાવશાળી ગણાતા દેવગુરુ ગુરુ અને રહસ્યમયી છાયા ગ્રહો રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. જ્યોતિષમાં ગુરુને ભાગ્ય, જ્ઞાન અને સમૃદ્ધિના કારક માનવામાં આવે છે, જ્યારે રાહુ અણધારી સફળતા અને કેતુ આધ્યાત્મિક ઉન્નતિ લાવે છે.

આ ત્રણેય મુખ્ય ગ્રહોના સંયુક્ત ગોચરથી કેટલીક વિશેષ રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે. જ્યોતિષીય ગણતરી અનુસાર, આ ગોચરથી મળનારા શુભ પરિણામોની સકારાત્મક અસર માત્ર 2026ના અંત સુધી જ નહીં, પરંતુ આગામી વર્ષ 2027 સુધી જોવા મળશે. ચાલો જોઈએ કઈ છે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ... 

વૃષભ:
વૃષભ રાશિના જાતકોને સમાજ અને કાર્યક્ષેત્રમાં મોટું માન-સન્માન મળશે. તમે તમારા પોતાના દમ અને અનુભવના આધારે મુશ્કેલ કાર્યો પાર પાડશો. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં ઉત્તમ સફળતા મળશે. નોકરી-ધંધામાં લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ પૂરા થશે. પૈતૃક સંપત્તિમાંથી મોટો આર્થિક લાભ થવાના પ્રબળ યોગ છે. દેશ-વિદેશની યાત્રાનો પણ યોગ બની રહ્યો છે.

સિંહ:
પરિવારમાં તમારો પ્રભાવ અને વર્ચસ્વ વધશે. તમારી લાંબા સમયની ઈચ્છાઓ આ સમયગાળામાં પૂર્ણ થઈ શકે છે.  નવી નોકરીની શોધમાં રહેલા લોકોને ઉત્તમ તકો મળશે. માર્કેટિંગ, સેલ્સ અને બિઝનેસ ક્ષેત્રે જોડાયેલા લોકોને મોટો આર્થિક નફો થશે. પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થવાના યોગ બનશે. પરિવાર સાથે અચાનક પાર્ટી કે મનોરંજક પ્રવાસનું આયોજન થશે.

ધન:
ધન રાશિના જાતકો માટે ગુરુ અને રાહુ-કેતુનું ગોચર ભાગ્યોદય લાવશે. ઊર્જા અને સ્વાસ્થ્યના સ્તરમાં જબરદસ્ત સુધારો થશે. લાંબા સમયથી ફસાયેલું કે અટવાયેલું ધન અચાનક પરત મળશે. કોઈ મોટા શુભ સમાચાર મળવાની સંભાવના છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવશે અને કરિયરમાં નવી ઊંચાઈઓ હાંસલ થશે.

વધુ જુઓ...