Wed Sep 23 2026

Logo

થાણેના ગાયમુખ-પાયેગવા ખાડી બ્રિજનું કામ ૨૫ ટકા પૂર્ણ: ભિવંડી, વસઈ તેમ જ એમએમઆર રિજનના ઉત્તર તરફના ભાગમાં પહોંચવું સરળ બનશે

2026-09-07 08:03:46
Author: Sapna Desai
થાણેના ગાયમુખ-પાયેગવા ખાડી બ્રિજનું કામ ૨૫ ટકા પૂર્ણ: ભિવંડી, વસઈ તેમ જ એમએમઆર રિજનના ઉત્તર તરફના ભાગમાં પહોંચવું સરળ બનશે

X


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના પડોશી શહેર થાણેને ભવિષ્યમાં મહત્ત્વનું મોબિલિટી અને આર્થિક કેન્દ્ર બનાવવાના દૃષ્ટિએ ચાલી રહેલા પાયાભૂત વિકાસ કામે વધુ એક મહત્ત્વનો તબક્કો પાર પાડ્યો છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના મહત્ત્વાકાંક્ષી ગાયમુખથી પાયેગાવ ખાડી પર બનાવવામાં આવી  રહેલા ૬.૫ કિલોમીટર લાંબા બ્રિજનું ૨૫ ટકા કામ પૂર્ણ થયું છે, જેમાં થાણે ખાડી ભાગમાં પાઈલ ફાઉન્ડેશન અને પિઅર બાંધકામનું કામ ૯૫ ટાકથી વધુ પૂર્ણ થઈ ગયું છે. 

ખાડી ભાગમાં પુલના પાયાભરણીનું કામ અંતિમ તબક્કામાં હોઈ પિઅર ઊભારણી અને પિઅર-કૅપનું કામ પણ ઝડપી વેગે કરવામાં આવી રહ્યું છે. ગાયમુખ તેમ જ પાયે-પાયેગાવ આ બંનેના છેડાએ કામમાં નોંધનીય પ્રગતિ થઈ છે. લગભગ ૬.૫ કિલોમીટર લાંબો આ ખાડી પુલ થાણે માટે એક મહત્ત્વનો માઈલસ્ટોન  સાબિત થશે. આ પુલ ઘોડબંદર રોડ પરના ગાયમુખને ચિંચોટી અને પાયેગાવથી જોડવાનો હોવાથી  ભિવંડી, વસઈ તેમ જ મુંબઈ મહાનગર પ્રદેશના ઉત્તર તરફના ભાગમાં પહોંચવું વધુ સરળ થઈ રહેશે. ઘોડબંદર રોડ એ થાણેનો મહત્ત્વનો ટ્રાફિકથી ભારે વ્યસ્ત રહેતો રસ્તો છે. આ રોડથી થાણે શહેર, મુંબઈના પશ્ર્ચિમ ઉપનગર, મીરા-ભાઈંદર અને મુંબઈ-અમદાવાદ હાઈવે તરફ જવાનું પ્રમાણ વધુ છે.

હાલ થાણેથી ચિંચોટી, પાયેગાવ અથવા વસઈ દિશામાં જનારા વાહનોને ઘોડબંદર પરિસરના ઘાટમાંથી પ્રવાસ કરવો પડે છે. આ માર્ગ પર ભારે વાહનોને કારણે ભારે ટ્રાફિક રહેતો હોય છે. પ્રસ્તાવિત ખાડી પુલને કારણે આ ઘાટનો ભાગ સંપૂર્ણપણે ટાળી શકાશે અને પ્રવાસીની સાથે માલવાહક વાહનો માટે પણ વધુ ઝડપી પર્યાયી માર્ગ બની રહેશે.આ પુલને કારણે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલવે, થાણે કોસ્ટલ રોડ, વિરાર-અલીબાગ મલ્ટિમોડલ કોરિડોર, દિવા-વસઈ રેલવે માર્ગ, નેશનલ હાઈવે -૪૮ અને અંજૂર-ચિંચોટી માર્ગ જેવા મહત્ત્વના પ્રોજેક્ટ સાથે કનેક્ટિવીટી  વધુ મજબૂત થશે.

તેથી ગાયમુખ-પાયેગાવ ખાડી પુલ ફક્ત વાહનવ્યહાર માટેનો એક બ્રિજ નહીં રહેતા થાણેના વિવિધ ટ્રાન્સપોર્ટેશન પ્રોજેક્ટને એક સાથે જોડનારી મહત્ત્વની મોબિલિટી લિંક બની રહેશે. આ પ્રોજેક્ટને કારણે થાણેની પ્રાદેશિક ક્નેક્ટીવીટી વધવાની સાથે જ વેપાર, ઉદ્યોગ અને આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે.