મુંબઈઃ ટીમ ઇન્ડિયાના 2026-'27ની સીઝનના ઘરઆંગણા (Home Schedule)ની ક્રિકેટ મૅચોના શેડ્યૂલની બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ) દ્વારા જાહેરાત કરવામાં આવી છે જે અનુસાર સપ્ટેમ્બરના અંતથી માંડીને માર્ચના પ્રથમ અઠવાડિયા સુધીના લગભગ છ મહિના દરમ્યાન દેશના કુલ 17 શહેરમાં ભારતીય ક્રિકેટરોના ત્રણ ફૉર્મેટમાં કુલ મળીને બાવીસ મુકાબલા યોજાશે.
આ બાવીસ રોમાંચક મુકાબલામાં ખાસ કરીને મુંબઈ, પુણે, નાગપુર, અમદાવાદ, રાજકોટનો સમાવેશ છે. ઘરઆંગણે સિરીઝો જે દેશો સામે રમાશે એમાં વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને ઑસ્ટ્રેલિયા સામેલ છે.
સીઝનની શરૂઆત 2026ની 27મી સપ્ટેમ્બરે થશે. ત્યારે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મૅચ રમશે. શેડ્યૂલ મુજબ છેલ્લી સિરીઝ ઑસ્ટ્રેલિયા સામે રમાશે જેમાં પાંચ ટેસ્ટ સામેલ છે.
News
— BCCI (@BCCI) March 26, 2026
An action-packed home season awaits #TeamIndia is set to host West Indies, Sri Lanka, Zimbabwe, and Australia for 22 matches across 17 venues
More Details https://t.co/DrhB65D9FU
કયારે કયા દેશ સામે કઈ સિરીઝ?
27 સપ્ટેમ્બરઃ વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ વન-ડે, તિરુવનંતપુરમ, બપોરે 2.00
30 સપ્ટેમ્બરઃ વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી વન-ડે, ગુવાહાટી, બપોરે 2.00
3 ઑક્ટોબરઃ વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રીજી વન-ડે, ન્યૂ ચંડીગઢ, બપોરે 2.00
6 ઑક્ટોબરઃ વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ટી-20, લખનઊ, સાંજે 7.00
9 ઑક્ટોબરઃ વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી ટી-20, રાંચી, સાંજે 7.00
11 ઑક્ટોબરઃ વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રીજી ટી-20, ઇન્દોર, સાંજે 7.00
14 ઑક્ટોબરઃ વેસ્ટ ઇન્ડિઝ સામે ચોથી ટી-20, હૈદરાબાદ, સાંજે 7.00
17 ઑક્ટોબરઃ વેસ્ટ ઇન્ડિઝ સામે પાંચમી ટી-20, બેંગ્લૂરુ, સાંજે 7.00
13 ડિસેમ્બરઃ શ્રીલંકા સામે પ્રથમ વન-ડે, દિલ્હી, બપોરે 2.00
16 ડિસેમ્બરઃ શ્રીલંકા સામે બીજી વન-ડે, બેંગ્લૂરુ, બપોરે 2.00
19 ડિસેમ્બરઃ શ્રીલંકા સામે ત્રીજી વન-ડે, અમદાવાદ, બપોરે 2.00
22 ડિસેમ્બરઃ શ્રીલંકા સામે પ્રથમ ટી-20, રાજકોટ, સાંજે 7.00
24 ડિસેમ્બરઃ શ્રીલંકા સામે બીજી ટી-20, કટક, સાંજે 7.00
27 ડિસેમ્બરઃ શ્રીલંકા સામે ત્રીજી ટી-20, પુણે, સાંજે 7.00
3 જાન્યુઆરીઃ ઝિમ્બાબ્વે સામે પ્રથમ વન-ડે, કોલકાતા, બપોરે 2.00
6 જાન્યુઆરીઃ ઝિમ્બાબ્વે સામે બીજી વન-ડે, હૈદરાબાદ, બપોરે 2.00
9 જાન્યુઆરીઃ ઝિમ્બાબ્વે સામે ત્રીજી વન-ડે, મુંબઈ, બપોરે 2.00
21 જાન્યુઆરીથીઃ ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ, નાગપુર, સવારે 9.30
29 જાન્યુઆરીથીઃ ઑસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ, ચેન્નઈ, સવારે 9.30
11 ફેબ્રુઆરીથીઃ ઑસ્ટ્રેલિયા સામે ત્રીજી ટેસ્ટ, ગુવાહાટી, સવારે 9.00
19 ફેબ્રુઆરીથીઃ ઑસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ, રાંચી, સવારે 9.30
27 ફેબ્રુઆરીથીઃ ઑસ્ટ્રેલિયા સામે પાંચમી ટેસ્ટ, અમદાવાદ, સવારે 9.30