Sat Sep 05 2026

Logo

સૂર્યા ચૌહાણ હત્યા કેસ બાદ પોલીસ એક્શનમાં, ખોડામાં ત્રણ મદરેસા સીલ કરવાની કવાયત

2026-06-02 16:16:26
Author: Chandrakant Kanoja
સૂર્યા ચૌહાણ હત્યા કેસ બાદ પોલીસ એક્શનમાં, ખોડામાં ત્રણ મદરેસા સીલ કરવાની કવાયત

ગાઝિયાબાદ : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સૂર્યા ચૌહાણ હત્યા કેસ બાદ પોલીસ અને વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. જેમા  જીલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ કમિશ્નર પોલીસ દળ સાથે ખોડા પહોંચ્યા છે. આ કેસમાં પોલીસે ત્રણ ગેરકાયદે મદરેસાની ઓળખ કરવામાં આવી છે. જેને નોટીસ આપવામાં આવી છે.જેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

ખોડાના 600 ગુનેગારો અને 14 હિસ્ટ્રીશીટર પોલીસના રડાર પર

આ હત્યાકાંડ બાદ પોલીસ અને મહેસૂલ વિભાગ દ્વાર સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ગ્રામીણ વિસ્તારના 17,174 ગુનેગારોના રેકોર્ડની ચકાસણી કરવામાં આવશે. જેમાં ખોડાના 600 ગુનેગારો અને 14 હિસ્ટ્રીશીટર પોલીસના રડાર પર છે.

ડ્રોનની મદદથી ઘરોનો ભૌતિક સર્વે 

જ્યારે સોમવારથી પોલીસની સાથે  મહેસૂલ વિભાગની ટીમ અને ડોગ સ્ક્વોડ પણ આ અભિયાનમાં સામેલ હતા. આ દરમિયાન મેટલ ડિટેક્ટરથી ઘરોની તપાસ કરવામાં આવી હતી. તેમજ નકશાના આધારે ડ્રોનની મદદથી આ વિસ્તારમાં આવેલા ઘરોનો ભૌતિક સર્વે પણ કરવામાં આવી રહ્યો છે.

આરોપીઓ સાથે જોડાયેલી મિલકતોની પણ તપાસ 

આ ઉપરાંત વહીવટીતંત્ર સૂચના પર ખોડા નગરપાલિકા આ ​​વિસ્તારનો વ્યાપક સર્વે કરી રહી છે. સૂર્યા હત્યા કેસમાં અન્ય આરોપીઓ સાથે જોડાયેલી મિલકતોની પણ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે જો ગેરકાયદેસર કબજો અથવા નિયમોનું ઉલ્લંઘન પુષ્ટિ થશે તો કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર મંધાડે જણાવ્યું હતું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને સર્વે રિપોર્ટ મળ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.