Tue Oct 06 2026

Logo

સુરતમાં મોબાઈલ ના મળતાં 11 વર્ષની છોકરીએ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો

2026-09-14 10:29:00
Author: Mayur Patel
સુરતમાં મોબાઈલ ના મળતાં 11 વર્ષની છોકરીએ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો

સુરતઃ શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સુરતમાં મોબાઈલ ના નળતાં 11 વર્ષની છોકરીએ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી.

જાણો શું છે સમગ્ર મામલો
સુરતના વરાછા વિસ્તારમાં આ ઘટના બની હતી. વરાછાની સહજાનંદ સોસાયટીમાં રહેતા એક પરિવારની 11  વર્ષની છોકરી ધોરણ-6માં અભ્યાસ કરતી હતી.  માતા કામ પર જતી વખતે મોબાઈલ સાથે લઈ ગઈ હતી. માતાએ દીકરી ફોન આપ્યો ન હતો. જે વાતનું માઠુ લગાડીને છોકરીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

મધ્યપ્રદેશનો છે પરિવાર

મૂળ મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના વતની પુરુષ હાલ સુરતના વરાછા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. તેઓ કડિયાકામ કરીને પત્ની, ત્રણ પુત્રી અને એક પુત્રનું ગુજરાન ચલાવે છે, જ્યારે તેમની પત્ની પણ ઘર નજીક આવેલા કારખાનામાં મજૂરી કામ કરે છે. તેમના સંતાનોમાં સૌથી મોટી 11 વર્ષીય પુત્રી  ધોરણ-6માં અભ્યાસ કરતી હતી.  બપોરના સમયે માતા પોતાના પુત્રને સાથે લઈને મજૂરી કામે ગઈ હતી. તે વખતે તેની બંને નાની બહેનો ઘરની બહાર ઓટલા પર રમી રહી હતી. આ દરમિયાન તેણે અંદરથી ઘરનો દરવાજો બંધ કરી લીધો હતો અને કપડાં સૂકવવાની દોરી સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.

થોડા સમય પછી બહાર રમી રહેલી નાની બહેનોને ભૂખ લાગતાં તેમણે દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતાં તેઓ રડવા લાગી હતી. દરમિયાન માતા કામ પરથી પરત આવી ત્યારે દીકરીઓને રડતી જોઈ તપાસ કરી હતી. ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી આસપાસના લોકોની મદદથી દરવાજો તોડવામાં આવ્યો હતો. અંદર નજર કરતાં જ 11 વર્ષની દીકરી ફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળતાં પરિજનો સ્તબ્ધ થઈ ગયા હતા. 

બાળકીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.