Tue Oct 06 2026

Logo

સુરતમાં માનવતા શર્મસાર! સચિન વિસ્તારની ખાડીમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો

2026-09-19 19:03:37
Author: Vimal Prajapati
સુરતમાં માનવતા શર્મસાર! સચિન વિસ્તારની ખાડીમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો

સુરતઃ સુરતમાં માનવતા શર્મસાર થાય તેવી ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણ સચિન વિસ્તારમાં આવેલા એક કોમ્યુનિટી હોલની પાછળ આવેલા કબ્રસ્તાનની બાજૂમાંથી જે ખાડીના પાણીમાંથી એક મૃત બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. આ માસૂમ બાળકીને કોણ અહીં ફેંકી ગયું હશે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આ બાળકીને અહીં ફેંકી દેવામાં આવી હોવાની સ્થાનિકોએ આશંકા વ્યક્ત કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નવજાત શિશુનો મૃતદેહ પડેલો લોકો ચોંકી ઉઠ્યા

નોંધનીય છે કે, આ વિસ્તારમાં લોકોને અવરજવર વધારે રહેતી હોય છે. જેથી સુરત પાલિકાના કર્મચારીઓ પણ અહીં પહોંચી ગયાં હતાં. કર્મચારીઓ અહીંથી પસાર થઈ રહ્યાં હતા, ત્યારે લોકોની ભીજ જોઈને તે લોકો ઘટનાની તપાસ કરવા માટે ત્યાં પહોંચ્યાં હતાં. આ દરમિયાન ખાડીના પાણીની અંદર એક નવજાત શિશુનો મૃતદેહ પડેલો જોઈને તેઓ ચોંકી ઉઠ્યાં હતા. આ ઘટના મામલે સત્વરે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના ગંભીર હોવાથી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી અને તપાસ શરૂ કરી દીધી હતી.

આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરી દીધા

પોલીસે ખાડીના પાણીમાંથી બાળકીના મૃહદેહને બહાર કાઢીને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. આ બાળકી કોની છે? તેના માતા-પિતા કોણ છે અને કોણ અહીં બાળકીને ફેંકીને ગયું તે દિશામાં તપાસ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરી દીધા છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં આવેલા તમામ સીસીટીવી કેમેરાની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ આસપાસની હોસ્પિચલમાં અત્યારે જન્મેની બાળકીઓની વિગતો પણ લેવામાં આવી રહી છે. પોલીસ સત્વરે આરોપીની ઝડપીને તેની સામે કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગણી કરી છે.