Sun Sep 06 2026

Logo

સુરતમાં 5 વાગ્યા સુધીમાં 51.88 મતદાન નોંધાયું, યુવા મતદારોમાં ભારે ઉત્સાહ દેખાયો

2026-04-26 18:22:43
Author: Vimal Prajapati
સુરતમાં 5 વાગ્યા સુધીમાં 51.88 મતદાન નોંધાયું, યુવા મતદારોમાં ભારે ઉત્સાહ દેખાયો

સુરતઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન હવે પૂર્ણ થઈ ગયું છે. સુરતમાં પણ મતદાન દરમિયાન મતદારોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠક પર લોકો ભરપૂર મતદાન કર્યું છે. સુરતમાં કુલ 483 ઉમેદવારોનું ભાવિ 28 લાખ મતદારોએ ઈવીએમમાં કેદ કરી દીધું છે. આગામી 28 તારીખે મતગણતરી અને પરિણામની જાહેરાત કરવામાં આવશે. આ વખતે કોણ સત્તામાં આવશે તેવી પર સૌની નજર રહેવાની છે. 

સુરતમાં યુવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

સુરતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ મનપા પર શાસન કરી રહ્યું છે. આ વખતે સ્થિતિ શું રહેશે તેનાં ચોક્કસ અંદાજ લગાવી શકાય નહીં. કારણે આ વખતે જંગ માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી પણ મેદાને છે. એટલે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. મતદારોનો ઉત્સાહ જોતા પરિણામ કેવું આવશે તેને પર સવાલ છે. સુરતમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 51.88 ટકા મતદાન નોંધયું છે. સુરતના ઈચ્છાપોર સ્થિત કેન્દ્રીય વિદ્યાલય મતદાન મથક ખાતે ઉપ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ તેમની પત્ની સાથે મતદાન કર્યું હતું.

સુરતમાં ક્યાં વોર્ડમાં કેટલું મતદાન થયું?

સુરતમં વાર્ડ પ્રમાણે મતદાનનાં આંકડની વાત કરવામાં આવે તો, વોર્ડ નંબર 1 માં 45.67 ટકા, વોર્ડ નંબર 2માં50.54 ટકા, વોર્ડ નંબર 3માં 50.53 ટકા, વોર્ડ નંબર 4માં 49.45 ટકા, વોર્ડ નંબર 5માં 51.21 ટકા, વોર્ડ નંબર 6માં 51.80 ટકા, વોર્ડ નંબર 7માં 52.59 ટકા, વોર્ડ નંબર 8માં 56.29 ટકા, વોર્ડ નંબર 9માં 44.71 ટકા, વોર્ડ નંબર 10માં 46.71 ટકા, વોર્ડ નંબર 11માં 41.48 ટકા, વોર્ડ નંબર 12માં 57.75 ટકા, વોર્ડ નંબર 13માં 59.70 ટકા, વોર્ડ નંબર 14માં 51.95 ટકા, વોર્ડ નંબર 15માં 46.51 ટકા, વોર્ડ નંબર 16માં 43.62 ટકા, વોર્ડ નંબર 17માં 51.17 ટકા, વોર્ડ નંબર 18માં 59.14 ટકા, વોર્ડ નંબર 19માં 65.34 ટકા, વોર્ડ નંબર 20માં 51.93 ટકા, વોર્ડ નંબર 21માં 47.68 ટકા, વોર્ડ નંબર 22માં 45.46 ટકા, વોર્ડ નંબર 23માં 51.58 ટકા, વોર્ડ નંબર 24માં 57.76 ટકા, વોર્ડ નંબર 25માં 62.52 ટકા, વોર્ડ નંબર 26માં 53.87 ટકા, વોર્ડ નંબર 27માં 48.91 ટકા, વોર્ડ નંબર 28માં 58.75 ટકા, વોર્ડ નંબર 29માં 51.22 ટકા અને વોર્ડ નંબર 30માં 59.73 ટકા મતદાન થયું છે.

ગત ચૂંટણી સાથે સરખામણી કરવામાં આવે તો, 2021ની મનપાની ચૂંટણીમાં કુલ 43% મતદાન નોંધાયું હતું. જેમાં સામે આ વર્ષ 2026ની મનપા ચૂંટણીમાં સાંજે 5:00 વાગ્યા સુધીમાં જ સુરતમાં 51.88% મતદાન નોંધાયું છે. મતદાન પ્રક્રિયાના અંતિમ સમયમાં પણ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે પહોંચ્યાં હતાં.