Fri May 01 2026

Logo

‘બે કલાક થઈ ગયા’ સુપ્રિયા સુળે મુંબઈ-પુણે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા

2026-05-01 15:36:08
Author: Savan Zalaria
Article Image

પુણે: આજે પુણેમાં આયોજિત મહારાષ્ટ્ર દિવસના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પુણે જઈ રહેલા NCP (શરદ પવાર) સાંસદ સુપ્રિયા સુળે કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા. સુપ્રિયા સુલેએ સોશિયલ મડીયા પર વિડીયો શેર કરીને જણાવ્યું કે તેઓ બે કલાકથી ટ્રાફિક જામમાં ફસાયેલા છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાંસદ સુપ્રિયા સુલે લાંબા ટ્રાફિક જામ ફસાયેલા વાહનો એક વીડિયો શેર કર્યો, જેમાં તેઓ આસપાસના વાહન ચાલકો  સાથે વાતચીત કરી રહ્યા હતા. વીડિયોમાં તેમણે કહ્યું, "બે કલાક થઈ ગયા છે."

વીડિયોમાં જોવા મળે છે કે સુપ્રિયા સુળે ડાબી બાજુ લાલ હેચબેકના ડ્રાઇવર સાથે મરાઠીમાં વાત કરે છે, જે "જય મહારાષ્ટ્ર" બોલે છે.

સુપ્રિયા સુલે મહારાષ્ટ્ર દિવસ પર ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેઓ પુણે જઈ રહ્યા હતા. આજે જ યશવંતરાવ ચવ્હાણ એક્સપ્રેસવે પર મુંબઈ-પુણે 'મિસિંગ લિંક' પ્રોજેક્ટ જાહેર ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજે રાજ્યમાં જાહેર રજા છે ત્યાર બાદ વિકેન્ડ છે, જેના કારણે લોકો શહેરની બહાર જઈ રહ્યા છે, જેના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે.

'મિસિંગ લિંક' પ્રોજેક્ટ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ માર્ગ વિકાસ નિગમ (MSRDC) દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી રાજ્યના બે આર્થિક કેન્દ્રો, મુંબઈ અને પુણે વચ્ચે મુસાફરીને સરળ બનશે અને બંને શહેરો વચ્ચે પરિવહન સમયમાં ઘટાડો થશે.

આજે વહેલી સવારે, મહારાષ્ટ્રના 66મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્ય પ્રધાને દેવેન્દ્ર ફડણવીસે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.