નવી દિલ્હી: દુનિયાના ઘણા દેશોમાં મહિલાઓને મેન્સ્ટ્રુઅલ લીવ ફરજીયાત કરવામાં આવી છે, ભારતમાં પણ આવી જોગવાઈઓ લાગુ કરવાની માંગ ઉઠી છે. દેશભરમાંથી વિદ્યાર્થીનિઓ અને કામ કરતી મહિલાઓ દ્વારા માટે મેન્સ્ટ્રુઅલ લીવ ફરજીયાત કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, આજે સુપ્રિમ કોર્ટે આ અરજી પર સુનવણી કરવાનો ઇનકાર કર્યો હતો.
આજે શુક્રવારે મહિલાઓની અરજી ફગાવતા ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે આ અવલોક કર્યું કે મેન્સ્ટ્રુઅલ લીવ ફરજિયાત કરવામાં આવે તો, નોકરીઓમાં મહિલાઓની તકમાં ઘટાડો થઇ શકે છે, કારણ કે કંપનીઓ મહિલાઓને નોકરી પર રાખવા તૈયાર નહીં થાય.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ખાનગી કંપનીઓ સ્વેચ્છાએ મહિલાઓને મેન્સ્ટ્રુઅલ લીવ આપે તો એ ઉત્તમ રહેશે, પરંતુ તેમને ફરજિયાત બનાવવાથી મહિલાઓના કરિયરને નુકસાન થશે.
CJI સૂર્યકાંતે શું કહ્યું:
CJI સૂર્યકાંતે કહ્યું, "જો મેન્સ્ટ્રુઅલ લીવને કાયદામાં ફરજિયાત બનાવવામાં આવે, કોઈ મહિલાઓને નોકરી નહીં આપે, કોઈ તેમને ન્યાયતંત્ર કે સરકારી નોકરીઓમાં સ્થાન નહીં આપે, તેમની કારકિર્દી સમાપ્ત થઈ જશે.”
કોર્ટે કહ્યું અરજદારને કહ્યું કે તેઓ અધિકારીઓ મેન્સ્ટ્રુઅલ લીવ અંગે રજૂઆત કરી શકે છે અને તમામ સંબંધિત ભાગીદારો સાથે ચર્ચા કર્યા પછી મેન્સ્ટ્રુઅલ લીવ રજા અંગે પોલિસી બનાવવાની શક્યતા ચકાસી શકે છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજદારને કહ્યું કે તેઓ એપ્લોયર્સને વધુ પેઈડ લીવ આપવાનું કહેવામાં આવી રહ્યું છે તે અંગે વિચાર કરે.
સુપ્રીમ કોર્ટે અગાઉ વર્ષ 2024 માં પણ આવી જ ચિંતા વ્યક્ત કરી હતી, મહિલાઓની નોકરી પર તેની વિપરીત અસર અંગે ચિતા વ્યક્ત કરી હતી.