Sat May 16 2026

Logo

ગુજરાત, મહારાષ્ટ્ર પર તોળાઈ રહ્યું છે ગરમીનું સંકટ! આ દિવસથી આભમાંથી વરસશે અગનગોળા? જાણો શું છે કારણ...

2026-05-16 17:51:00
Author: Darshana Visaria
Article Image

AI Generated Images


2026નું વર્ષ અનેક રીતે નોંધનીય રહ્યું છે પછીએ વૈશ્વિક તણાવની વાત હોય કે અંગ દઝાડતી ગરમીની વાત હોય. વર્ષે ઉનાળાની શરૂઆતથી જ ગરમી પોતાના અસલી તેવર બતાવી રહી છે, પરંતુ હવે એક ડરામણી આગાહી સામે આવી છે, જે જાણીને તમારા પગ તળેથી ધરતી ખસી જશે. આગામી દિવસોમાં આ ગરમી પરાકાષ્ઠાએ પહોંચવાની છે અને પારો 45 ડિગ્રીનો આંકડો વટાવી જશે અને આનું કારણ નવતપા. ચાલો જાણીએ કે શું છે આ નવતપા અને એને કારણે દેશના કયા કયા રાજ્યમાં ગરમીનો પારો ઉપર જશે... 

મળતી માહિતી આગામી 25મી મેથી સૂર્યનારાયણ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જેની સાથે જ કાળઝાળ ગરમીના નવ દિવસ એટલે કે 'નવતપા'ની શરૂઆત થશે. આ વર્ષે નવતપાની સાથે સાથે જ 'સુપર અલ નિનો' (Super El Nino) સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આગામી નવ દિવસ માટે દેશભરમાં એક્સટ્રીમ એલર્ટ જાહેર કર્યું છે.

જ્યોતિષશાસ્ત્ર અને ખગોળ વિજ્ઞાન અનુસાર, જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ઘટવાને કારણે પૃથ્વી પર સૂર્યના કિરણો સીધા પડે છે. આ શરૂઆતના નવ દિવસોમાં અતિશય ગરમી પડે છે, જેને નવતપા તરીકે ઓળખવામાં આવે છે. એમાં પણ આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલા 'સુપર અલ નિનો'ના કારણે વૈશ્વિક તાપમાનમાં પહેલાંથી જ વધારો જોવા મળ્યો છે અને તાપમાને અનેક વિક્રમ તોડ્યા છે. આ બંને પરિસ્થિતિઓ એકસાથે ભેગી થતાં હાલમાં ચાલી રહેલાં મે મહિનાના અંતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી શકે છે.

હવામાન વિભાગે આપેલા અહેવાલો અનુસાર, 25મી મેથી શરૂ થઈ રહેલા નવતપા દરમિયાન ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પારો 45 ડિગ્રી કે તેથી વધુ ઉપર જઈ શકે છે. આ નવ દિવસો દરમિયાન પવનની ગતિ ધીમી રહેશે અને અસહ્ય બફારા સાથે લૂ (હીટવેવ) ફૂંકાશે. 

મેડિકલ એક્સપર્ટ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ દિવસોમાં બપોરે બાર વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું અત્યંત જરૂરી છે. જો આ 9 દિવસોમાં અતિશય ગરમી પડશે, તો ચોમાસું સારું બેસશે તેવી પણ એક લોકવાયકા છે.