Sat May 02 2026

Logo

ભારત આવનારા 28 જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયા, સરકારે કરી મોટી સ્પષ્ટતા

2026-03-31 20:11:50
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પર્શિયન ગલ્ફમાંથી ભારત આવી રહેલા જહાજની મુશ્કેલીઓ દિવસે દિવસે વધી રહી છે. 18 જહાજ એવા છે જેના પર ભારતીય ધ્વજ લહેરાઈ રહ્યો છે. 10 જહાજ વિદેશના છે. આ તમામ જહાજમાં ગેસ અને ક્રૂડ ઓઈલનો સ્ટોક પડ્યો છે. પર્શિયન ગલ્ફમાં ક્રિક વિસ્તારમાં ભારત આવી રહેલા 28 જહાજ એવી રીતે ફસાયા છે કે, હોર્મુઝ ક્રિકમાંથી પસાર થવા મુદ્દે ઈરાન તરફથી આપવામાં આવેલા ભરોસા પર સવાલ થઈ રહ્યા છે. 

જહાજના સ્ટેટસ પર નજર

શિપિંગ મિનિસ્ટ્રીના સ્પેશ્યલ સેક્રેટરી રાજેશ સિંહાના જણાવ્યા અનુસાર જે 10 વિદેશી ટેન્કર પર્શિયન ગલ્ફમાં ફસાયા છે એમાં ત્રણ-ત્રણ જહાજ પર LPG અને LNG ગેસ છે. જ્યારે ચાર જહાજ પર ક્રૂડ ઓઈલનો મોટો સ્ટોક છે. સરકારની પ્રાથમિકતા ભારતીય ધ્વજ ધરાવતા જહાજને હોર્મુઝમાંથી પસાર થવા જેવા માટે મંજૂરી દેવાની છે. 

LPGના ટેન્કરને હોર્મુઝમાંથી પસાર થવા દેવા માટેની મંજૂરી મળી ગઈ છે. આ જહાજ પર 94000 મેટ્રિક ટન કુકિંગ ગેસ છે. આ બન્ને જહાજ ટૂંક સમયમાં મુંબઈ અને મેંગ્લુરૂ પહોંચી જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા ચાર ભારતીય જહાજ હોર્મુઝ જળમાર્ગથી પાસ થઈ ચૂક્યા છે અને ભારત પહોંચી રહ્યા છે. 

ફરી મોકલવા અંગે નક્કી નથી

રાજેશ સિંહાએ કહ્યું હતું કે, આપણે હજુ એ સ્ટેજ સુધી નથી પહોંચ્યા કે ભારતીય જહાજને પરત ફરી મોકલી શકાય. જોખમ માત્ર હોર્મુઝ ક્રિક પૂરતું જ નથી. હોર્મુઝની બહારનો જળમાર્ગ પણ જોખમી છે. આને જળમાર્ગને અત્યારે હાઈરિસ્ક જળમાર્ગ માનવામાં આવે છે. 
સરકારે એવી જાણકારી આપી છે કે આ યુદ્ધના કારણે કમર્શિયલ પ્રીમિયમનો ચાર્જ વધી ગયો છે. હજુ પણ વધી શકે છે. માર્ચ મહિનામાં જ LPG ટેન્કર જહાજ હોર્મુઝમાંથી પસાર થયું હતું. આ વાતની જાણકારી ઉચ્ચ અધિકારીઓએ આપી હતી. 

સૂત્રના જણાવ્યા અનુસાર દરેક મૂવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને હોર્મુઝની આસપાસ રહેલા ભારતીય જહાજ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. માત્ર ભારત જ નહીં મિડલ ઈસ્ટના પણ કેટલાક જહાજ પર જોખમ વધી રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટને લઈને દરરોજ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે. પણ યુદ્ધના માહોલમાં કોઈ રીતે હુમલા પર પૂર્ણવિરામ ન મૂકાતા મિડલ ઈસ્ટની સ્થિતિ ભારેલા અગ્નિ જેવી થઈ રહી છે.