Mon Aug 31 2026

Logo

સોનમ વાંગચુકનું સીજેપીના અભિજીત દીપકે અને તેમના સાથીઓ અંગે મોટું નિવેદન, કહ્યું તે કોઇ સંત નથી

2026-08-30 17:04:40
Author: Chandrakant Kanoja
સોનમ વાંગચુકનું સીજેપીના અભિજીત દીપકે અને તેમના સાથીઓ અંગે મોટું નિવેદન, કહ્યું તે કોઇ સંત નથી

નવી દિલ્હી: સામાજિક કાર્યકર  સોનમ વાંગચુકે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે અને કોર ટીમના સભ્યો સૌરવ દાસ અને આશુતોષ રંકા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોઇ એવા સંત નથી કે તેમને કશું નથી જોઇતું. તેમની રાજકીય મહત્વકાંક્ષા હશે તેમાં કશું ખોટું નથી. પરંતુ મંચની પવિત્રતા જળવાઇ રહેવી જોઇએ. 

આંદોલન રાજકીય પક્ષ તરીકે શરૂ નહોતું કર્યું 

તેમણે કહ્યું કે હું ઘણા સમયથી સુધી મંચ પર હતો અને રાજકીય મહત્વાકાંક્ષા રાખવામાં કંઈ ખોટું નથી. દેશને સારા નેતાઓની જરૂર છે. જોકે, આ મંચની પવિત્રતા જાળવી રાખવી જોઈએ કારણ કે અમે આંદોલન રાજકીય પક્ષ તરીકે શરૂ નહોતું કર્યું. 

પ્લેટફોર્મને બિનરાજકીય રાખવા સૂચન 

સોનમ વાંગચુકે સૂચન કર્યું કે જો સીજેપી રાજકીય દબાણ જૂથ રહશે તો વધુ હાંસલ કરી શકશે. તેમણે કહ્યું, જો તમે પ્લેટફોર્મને બિનરાજકીય રાખશો તો લોકોનો તેના પર વિશ્વાસ મજબૂત રહેશે. તમે હંમેશા રાજકીય પક્ષમાં જોડાઈ શકો છો અથવા પછીથી એક નવું શરૂ કરી શકો છો. 

આંદોલનને રાજકીય રંગ આપવો યોગ્ય નથી 

જો કે લોકોએ આ પ્લેટફોર્મને પક્ષ જોડાણના દ્રષ્ટિકોણથી જોયું નથી. જેમ કે હું ભાજપ સાથે છું,હું કોંગ્રેસ સાથે છું અથવા 'હું આમ આદમી પાર્ટી સાથે છું' તેના બદલે  તેઓએ તેને વિદ્યાર્થી આંદોલન તરીકે જોયું છે. તેને રાજકીય રંગ આપવો યોગ્ય નથી.

રાજકીય મહત્વાકાંક્ષા રાખવી એ એકદમ સામાન્ય વાત

સોનમ વાંગચુકે વધુમાં જણાવ્યું કે  તેમને આ કરતા જોઈને ખૂબ સારું લાગ્યું છે. તેમજ રાજકીય મહત્વાકાંક્ષા રાખવી એ એકદમ સામાન્ય વાત છે. હકીકતમાં, લોકો બધી પ્રકારની વસ્તુઓ કરે છે. જો કોઈ રાજકારણમાં કારકિર્દી શરૂ કરે છે તો તે સારી વાત છે. 

વાંગચુકે સીજેપી  આયોજિત વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું હતું 

ઉલ્લેખનીય છે કે, સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે દિલ્હીના જંતર-મંતર પર એક વિરોધ પ્રદર્શન દરમિયાન ભૂખ હડતાળ કરી હતી. ત્યારબાદ સરકારે તેમની માંગણીઓ સ્વીકારી હતી. વાંગચુકે કોકરોચ જનતા પાર્ટી દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનને સમર્થન પણ આપ્યું હતું.