Sun Oct 11 2026

Logo

AIની સ્પીડ પર બ્રેક લગાવવાનો મુદ્દો કોર્ટ સુધી પહોંચ્યો! Anthropic, OpenAI, Google અને SpaceXAI વિરુદ્ધ US માં કેસ

Washington dc   2026-09-20 19:16:22
Author: Vimal Prajapati
AIની સ્પીડ પર બ્રેક લગાવવાનો મુદ્દો કોર્ટ સુધી પહોંચ્યો! Anthropic, OpenAI, Google અને SpaceXAI વિરુદ્ધ US માં કેસ

AI પ્રતીકાત્મક તસવીર


વોશિંગ્ટન ડીસીઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અત્યારે વાયુ વેગે આગળ વધી રહ્યું છે અને એડવાન્સ બની રહ્યું છે. પણ હવે તેનાથી દુનિયાને ખતરો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આની ગતિ ધીમી કરવા અંગેનો વિવાદ હવે અમેરિકાની અદાલત સુધી પહોંચી ગયો છે. વિશ્વની ચાર અગ્રણી ટેક કંપનીઓ Anthropic, OpenAI, Google અને SpaceXAI સામે અમેરિકી કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ચારેય કંપનીઓ પર આક્ષેપ છે કે તેમણે AI ટેકનોલોજીના ડેવલપમેન્ટની ઝડપ ધીમી કરવા માટે પરસ્પર એક ગેરકાયદેસર સમજૂતી કરી છે.

શું છે મુખ્ય આક્ષેપો?

કેલિફોર્નિયાના નોર્ધન ડિસ્ટ્રિક્ટની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરાયેલા આ કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ દિગ્ગજ AI કંપનીઓએ પ્રતિસ્પર્ધા અટકાવવાના અને 'એન્ટિટ્રસ્ટ' (Antitrust) કાયદાનો ભંગ કરવાના હેતુથી ગુપ્ત રીતે હાથ મિલાવ્યા છે. એન્થ્રોપિકના સીઈઓ ડેરિયો એમોડેઈ (Dario Amodei) એ એક લેખ પ્રકાશિત કરીને એઆઈની સુરક્ષા અને બહેતર નિયંત્રણ માટે ડેવલપમેન્ટ સ્પીડ ઘટાડવાની હિમાયત કરી હતી. આ કેસમાં અન્ય સીઈઓના સમર્થનની વાત કરવામાં આવે તો, OpenAI ના સેમ ઓલ્ટમેન, SpaceXAI ના ઇલોન મસ્ક અને Google DeepMind ના ડેમિસ હસાબિસે જાહેર મંચ પરથી આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.

એન્ટિટ્રસ્ટ છૂટછાટ અંગે ઊભા થયેલા સવાલો

પોતાના મૂળ લેખમાં ડેરિયો એમોડેઈએ પોતે જ સ્વીકાર્યું હતું કે, આવા પગલાથી એન્ટિટ્રસ્ટ કાયદાની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તેમણે સૂચવ્યું હતું કે યુએસ સરકારે એઆઈ લેબ્સ વચ્ચેની આવી સુરક્ષા વાટાઘાટો માટે મધ્યસ્થતા કરવી જોઈએ અથવા એન્ટિટ્રસ્ટ કાયદા હેઠળ મર્યાદિત છૂટ આપવી જોઈએ. આના જવાબમાં સેમ ઓલ્ટમેને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, OpenAI સુરક્ષાના સમાન નિયમો નક્કી કરતા ફેડરલ ફ્રેમવર્કનું સ્વાગત કરે છે, પરંતુ સુરક્ષા માટે કદમ ઉઠાવવા માટે અમારે એન્ટિટ્રસ્ટ છૂટછાટ કે કોઈ નવા કાયદાની રાહ જોવાની જરૂર નથી.