ભાગલપુર: બિહારના ભાગલપુરમાં કરમ પર્વ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં કર્મા-ધર્મા' પૂજા કરવા બાળકો તળાવમાં સ્નાન કરવા ગયા હતા. ત્યારે સ્નાન કરતી વખતે છ બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા. જેમાં ત્રણ બાળકી અને ત્રણ બાળકો હતા. આ બાળકોની ઉંમર 10 થી 12 વર્ષ વચ્ચેની હતી.
એક બાળક ઉંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ કર્મા-ધર્મા' પૂજાના અવસરે બાળકો સ્નાન કરવા તળાવમાં ગયા હતા. આ દરમિયાન એક બાળક ઉંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તેમજ તેને બચાવવા માટે અન્ય બાળકો પણ પાણીના ઉતર્યા હતા. જોકે, તે લોકો પણ બાળકને બચાવવાના પ્રયાસના ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં જ લોકો તાત્કાલિક તળાવે પહોંચ્યા હતા.
ભારે મહેનત બાદ બાળકોને પાણીની બહાર કાઢ્યા
જોકે, ગ્રામીણોએ ભારે મહેનત બાદ બાળકોને પાણીની બહાર કાઢ્યા હતા. જેની બાદ પરિવારજનો આ બાળકોને સૂલતાનગંજ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર લઇ ગયા હતા. જોકે, તબીબે મૃત જાહેર કર્યા હતા. જેના પગલે પરિજનો અને ગ્રામવાસીમાં શોક વ્યાપી ગયો હતો.
તમામ મૃતક બાળકોની ઓળખ કરી લેવામાં આવી
તમામ મૃતક બાળકોની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં પાંચ બાળક સુલતાનગંજ અને એક બાળક સબોરનો રહેવાસી છે. બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભાગલપુર મોકલવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ કરી હતી.