અમદાવાદ: ગુજરાતની શકિતપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે પદયાત્રીઓ અને દર્શનાર્થીઓની સુવિધા અર્થે એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસ સંચાલનનો શુભારંભ તથા નવીન બસોનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યુ હતું.
1000 જેટલી બસો થકી વધારાની 30,000 જેટલી ટ્રીપો
આ અંતર્ગત 26 સપ્ટેમ્બર સુધી પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ વિભાગ દ્વારા અંબાજી મેળાનું વિશેષ સંચાલન કરવામાં આવનાર છે. આ વર્ષે 1000 જેટલી બસો થકી વધારાની 30,000 જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરાયું છે, જેનો લાભ અંદાજે 15 લાખ જેટલા યાત્રાળુઓ મેળવશે. યાત્રિકોની સુવિધા માટે અંબાજી ખાતે કુલ 10 બૂથ બનાવવામાં આવ્યા છે. જ્યાં સુપરવાઇઝર અને બૂથ ઇન્ચાર્જ ફરજ બજાવનાર છે.
Ahmedabad, Gujarat: Deputy CM Harsh Sanghavi inaugurated 180 new ST buses. Additional bus services for the Bhadarvi Poonam fair will begin today, with 6,000 extra buses to be operated for the fair. State Transport Minister Pravin Mali and Ahmedabad Mayor Hitendra Barot were present.
— IANS (@ians_india) September 21, 2026
મુખ્ય રૂટો પર સતત બસ સેવા કાર્યરત
યાત્રાળુઓની સુવિધા માટે અંબાજીથી ગબ્બર, આબુરોડ, દાંતા, ડીસા, પાલનપુર, સિદ્ધપુર; અંબાજીથી મહેસાણા, વિસનગર, બેચરાજી, વડનગર, ખેરાલુ; તેમજ અંબાજીથી હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, અમદાવાદ, શામળાજી અને ભિલોડા જેવા મુખ્ય રૂટો પર સતત બસ સેવા કાર્યરત રહેનાર છે.

વિશેષ સુવિધાઓ વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઉપલબ્ધ
મુસાફરો માટે વિશેષ સુવિધાઓ વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાઇ છે, જેમાં એસ.ટી. બસોની સુવિધા સાથે હંગામી પેસેન્જર શેડ, પીવાના પાણીની વ્યવસ્થા અને જાહેર શૌચાયલની સુવિધા, માઇક એનાઉન્સમેન્ટ, બૂથ ઇન્ચાર્જના સંપર્ક નંબર અને યાત્રાળુઓના માર્ગદર્શન માટે હોર્ડિંગ્સ/બેનર્સ સહિત યાત્રાળુઓને કોઇપણ મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.
રીયલ-ટાઇમ મોનિટરિંગ માટે GPS ટેકનોલોજી
આ ઉપરાંત ક્રેન, મિકેનિક ગેંગ, એમ્બ્યુલન્સ અને ડેપો ખાતે ફાયર ફાઇટરની તૈનાતી રખાઇ છે. તેમજ તમામ બસોના રીયલ-ટાઇમ મોનિટરિંગ માટે GPS ટેકનોલોજી આધારિત સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે.
એસ.ટી. નિગમ સંપૂર્ણપણે સજ્જ
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2025માં 900 જેટલી બસો થકી 28,506 ટ્રીપો દ્વારા 13.09 લાખ મુસાફરોને સેવા પૂરી પાડવામાં આવી હતી. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો ભક્તોને સુરક્ષિત અને આરામદાયક મુસાફરી પૂરી પાડવા માટે એસ.ટી. નિગમ સંપૂર્ણપણે સજ્જ થયું છે.