નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વેપારને વેગ આપવા મહત્વપૂર્ણ કરાર અમલી થવા જઇ રહ્યો છે. આ અંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જાહેરાત કરી કે 20 ઓકટોબર અને દશેરાના દિવસથી બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર(FTA)અમલી બનશે. જેના લીધે ન્યુઝીલેન્ડના બજારમાં કાર અને ઓટો પાર્ટસના ભાવમાં ઘટાડો થશે.
આ અંગે નવી દિલ્હીમાં યોજાયેલી વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં ન્યૂઝીલેન્ડના વેપાર મંત્રી ટોડ મેકક્લે આ કરારના અમલની તારીખ જાહેર કરી હતી.
ન્યૂઝીલેન્ડમાં 10 સુધીનો ઊંચો ટેરિફ લાગુ પડતો હતો
આ દેશો વચ્ચેના મુક્ત વેપાર કરારનું સૌથી મહત્વનું પાસું એ છે કે ભારતમાંથી ન્યૂઝીલેન્ડમાં નિકાસ થતી તમામ ચીજવસ્તુઓ હવે કસ્ટમ ડ્યુટી માંથી મુક્ત રહેશે. આ અગાઉ, કાર, વાહનોના સ્પેરપાર્ટ્સ, ગાલીચા, સિરામિક્સ અને કાપડ જેવી ભારતીય ઉત્પાદનો પર ન્યૂઝીલેન્ડમાં 10 સુધીનો ઊંચો ટેરિફ લાગુ પડતો હતો.
ન્યૂઝીલેન્ડમાં 20 ઓક્ટોબરથી કર સંપૂર્ણપણે નાબૂદ
જ્યારે 20 ઓક્ટોબરથી આ કર સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે, જેનાથી ન્યૂઝીલેન્ડના બજારોમાં ભારતીય કાર, વાહનોના સ્પેરપાર્ટ્સ અને પરંપરાગત ઉદ્યોગોની ઉત્પાદનો નોંધપાત્ર રીતે સસ્તા થશે.
🇮🇳🤝🇳🇿 India, New Zealand FTA to come into force on 20th October, announces Indian Trade Minister Piyush Goyal https://t.co/NYxIEdi8GW
— Ajay Kashyap (@EverythingAjay) September 21, 2026
વેપાર 4 અબજ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્ય
આ અંગે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક કરારનો હેતુ આગામી 5 વર્ષમાં બંને દેશો વચ્ચેની વસ્તુઓ અને સેવાઓના કુલ વેપારને વધારીને આશરે 4 અબજ ડોલર સુધી પહોંચાડવાનો છે.
પીએમ મોદીએ જુલાઈ 2026માં ન્યુઝીલેન્ડની મુલાકાત લીધી
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ જુલાઈ 2026માં ન્યુઝીલેન્ડની મુલાકાત લીધી હતી. જે ચાર દાયકામાં કોઈ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત હતી. આ મુલાકાતે વાટાઘાટોને આખરી ઓપ આપવામાં અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત રાજકીય ગતિ પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.