મોસ્કોઃ રશિયાના અંતરિયાળ પૂર્વી અમૂર વિસ્તારમાં એક ગેસ કેમિકલ કોમ્પ્લેક્ષમાં ભયાનક આગ લાગી. આ દુર્ઘટનામાં છ ચીની નાગરિકો સહિત 7 લોકોનો મોત થયા છે. તો 9 લોકો લાપતા છે. પ્લાન્ટે બુધવારે જાણકારી આપી કે અમૂર ગેસ કેમિકલ કોમ્પ્લેક્ષમાં મંગળવારે આગ લાગી હતી, જેને ઓલવી નાંખવામાં આવી છે.
રશિયામાં ગેસ પ્લાન્ટમાં લાગી આગ
રોઇટર્સના રિપોર્ટ અનુસાર , પ્લાન્ટે જણાવ્યું કે કુલ 7 લોકોના મોત થયા અને 152 લોકો ઘાયલ થયા છે. જેની સારવાર ચાલુ છે.તેમાં 36 લોકોને હોસ્પિટલ લઇ જવામા આવ્યા.
રશિયાની ઇન્વેસ્ટિગેટિવ કમિટીએ આ ઘટનાની તપાસ શરુ કરી છે.આ ઘટનાને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી નિયમોના ઉલ્લંઘન તરીક જોવામાં આવી રહ્યું છે. તપાસ સમિતી આગ લાગવાના કારણોની શોધ કરવાની કોશિશ કરી રહી છે.
રશિયાના આ ગેસ પ્લાન્ટના નિર્માણ કાર્યમાં વિદેશી કર્મચારીઓની મદદ લેવામાં આવી હતી, જેમાં ચીનના ઘણાં નાગરિક સામેલ હતા. સામાન્ય રીતે રશિયા હંમેશા મોટા ઇન્ડસ્ટ્રીયલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે વિદેશી કર્મચારીઓને જ કામ પર રાખે છે.
રશિયા માટે કેટલું મહત્વનું ગેસ કેમિકલ કોમ્પ્લેક્ષ?
અમૂર ગેસ કેમિકલ કોમ્પ્લેક્ષ પોલીઇથિલીન અને પોલીપ્રોપાઇલીન બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. આ પ્લાન્ટમાંથી દર વર્ષે અંદાજે 23 મેટ્રિક ટન પોલીઇથિલીન અને 4 લાખ ટન પોલીપ્રોપાઇલીનનું ઉત્પાદન થાય છે.
આ પ્રોજેક્ટ રશિયાના અંતરિયાળ પૂર્વી વિસ્તારના સિબુર અને સિનોપેકના સહયોગથી વિકસિત કરવામાં આવી રહ્યું છે. રશિયાની તપાસ સમિતિના આવ્યા બાદ ગેસ પ્લાન્ટમાં આગ લાગવાના કારણોની ખબર પડશે