Mon Jun 15 2026

Logo

ગુજરાતી શ્રેયા ઝાની ફિલ્મ સોંગ ધે બરીડને પ્રતિષ્ઠિત BAFTA  લોંગ લિસ્ટમાં સ્થાન

2026-06-13 14:15:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ ગુજરાતી સર્જક શ્રેયા ઝાની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ સોંગ્સ ધે બરીડ ને  પ્રતિષ્ઠિત બાફ્ટા લોંગલિસ્ટમાં સ્થાન મળ્યું છે. લૉસ એન્જેલિસમાં રહેતા મૂળ ગુજરાતી ફિલ્મમેકર શ્રેયા ઝા દ્વારા નિર્મિત અને કિકી કુહાકાન દ્વારા નિર્દેશિત,ડોક્યુમેન્ટ્રી ફિલ્મ સોંગ્સ ધે બરીડને વિવેચકોએ વખાણી છે. આ ફિલ્મ તેની લાગણીઓ અને શક્તિશાળી સ્ટોરીટેલીંગ માટે વખાણાઈ છે. Songs They Buried(સોન્ગ ધે બરિડ) પ્રતિષ્ઠિત BAFTA લોંગલિસ્ટમાં સ્થાન મેળવીને વૈશ્વિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની છે.

'સોંગ્સ ધે બરીડ'નું નિર્માણ 2025માં શ્રેયા ઝા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ડોક્યુમેન્ટરી ફિલ્મ ભારતના પાડોશી  મ્યાનમારમાં  બળવા પછી અમેરિકામાં દેશનિકાલમાં રહેતા બર્મીઝ રોક સ્ટારની વાર્તા કહે છે. આ સંગીતકારને બળવા દરમિયાન કેદ કરવામાં આવે છે. દેશનિકાલ થયા  પછી તેનું  સંગીત એવા દેશમાં  ગુંજે છે જ્યાં તે હવે પાછો ફરી શકતો નથી.

આ માન્યતા માટે આભાર વ્યક્ત કરતા શ્રેયા ઝાએ ફિલ્મની ટીમને અભિનંદન આપ્યા હતા. જેમાં પ્રોડ્યુસિંગ પાર્ટનર ઉહોમાન મોલટોક, સિનેમેટોગ્રાફર એન્ડ્રૂ બાંસલ, એડિટર્સ ઉત્કર્ષ કુમાર અને ટિયામી ઝિઆંગ, સાઉન્ડ ડિઝાઇનર્સ જેફરી જિયાન્ગ અને ટોસિન ઓમોલોલા, અને કમ્પોઝર વિક્રાંત મુથુસામીનો સમાવેશ થાય છે, જેઓનું સંગીત ફિલ્મની ભાવુક અસર વધારવા માટે વિશેષ પ્રશંસિત થયું છે.

બાફ્ટા લોંગલિસ્ટ માન્યતા આંતરરાષ્ટ્રીય ડોક્યુમેન્ટ્રી ક્ષેત્રમાં "સોંગ્સ ધે બરીડ"ના સ્થાનને વધુ મજબૂત બનાવે છે અને હોલીવુડ અને ભારતીય પ્રાદેશિક સિનેમા બંનેમાં કામ કરતી નિર્માતા તરીકે શ્રેયા ઝાની વધતી હાજરીને પ્રકાશિત કરે છે.

શ્રેયા ઝા અને કિકી કુહાકાન ફરી એક નવી ડોક્યુમેન્ટરી ફીચર માટે સાથે કામ કરવા માટે તૈયાર છે, જેમાં પ્રોડક્શન આ વર્ષના છેલ્લા ભાગમાં શરૂ થવાનું નક્કી કરવામાં આવ્યું છે.