ભારતીય ઇક્વિટી બેંચમાર્ક ઇન્ડેક્સ,,BSE સેન્સેકસ અને નિફ્ટી 8 મેના રોજ નબળી શરુઆત કરી શકે છે. માર્કેટના નબળા ઓપનિંગનો સંકેત GIFT Niftyથી મળી રહ્યો છે. જે લગભગ 24,295ની આસપાસ રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે આજે ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારોને જે પરિબળો પ્રભાવિત કરી શકે છે તેની પર એક નજર કરીએ.
માર્કેટ ઓવરવ્યૂ
ગુરુવાર (7 મે)ના રોજ એક વધુ ટ્રેડિંગ સેશનમાં ભારતીય ઇક્વિટી બજાર મામૂલી ઘટાડા સાથે બંધ રહ્યા. US-ઇરાન વચ્ચે સંભવિત શાંતિ સમજૂતીના સમાચારો બાદ ભૂ-રાજકીય તણાવ ઘટવાની શક્યતાને પગલે Nifty 24,330ની ઉપર ટકી રહેવામાં સફળ રહ્યો. ટ્રેડિંગ સેશનના અંતે Sensex 114 પોઇન્ટ અથવા તો 0.15 ટકાના ઘટાડા સાથે 77,844.52 અને Nifty 4.30 પોઇન્ટ અથવા તો 0.02 ટકાના ઘટાડા સાથે 24,326.65 પર બંધ રહ્યો.
ગિફ્ટ નિફ્ટી
સવારે 7.40 વાગ્યાની આસપાસ GIFT Nifty 117.50 પોઇન્ટ એટલે કે 0.48 ટકાના ઘટાડા સાથે 24,278ની આસપાસ કારોબાર કરી રહ્યો હતો. જે સેન્સેક્સ-નિફ્ટી માટે ખરાબ સંકેત છે.
એશિયન બજાર
એશિયન બજારો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. GIFT Nifty 123.50 अंक यानी 0.51 ટકાના ઘટાડા સાથે 24,278ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. નિક્કેઇમાં 0.88 ટકાનો ઘટાડો જોવા મળા રહ્યો છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં 0.65 ટકાની નરમાઇ જોવા મળી રહી છે. હેંગસેંગમાં પણ 1.20 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો તાઇવાનના બજારમાં 0.04 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. કોસ્પીમાં 0.92 ટકાનો ઘટાડો છે. શાંઘાઇ કોમ્પોઝિટમાં 0.19 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમેરિકી બજાર
ગુરુવારે S&P 500 ઘટાડા સાથે બંધ રહ્યો. તાજેતરની તેજી બાદ Intel અને અન્ય ચીપ શેર્સમાં નરમાઇ જોવા મળી. અમેરિકા અને ઇરાન શાંતિ વાર્તાને લઇને ઉભી થયેલી અનિશ્ચિતતાની અસર સંપૂર્ણ બજાર પર પડી હતી. S&P 500 માં 0.38%નો ઘટાડો આવ્યો અને તે 7,337.11 અંક પર બંધ રહ્યો. Nasdaq 0.13% ઘટી 25,806.20 અંક પર આવી ગયો. જ્યારે ડાઉજોન્સ 0.63% ના ઘટાડા સાથે 49,596.97 અંક પર બંધ રહ્યો.
ડોલર ઇન્ડેક્સ
ડોલર ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મૂઝના રસ્તે એનર્જી એક્સપોર્ટ ફરીથી શરુ કરવા માટે અમેરિકા અને ઇરાન વચ્ચે હજુ સમજૂતી દૂરની વાત દેખાઇ રહી છે. જેનો ફાયદો ડોલરને મળ્યો છે. હાલ ડોલર ઇન્ડેક્સ 98.24ની સપાટીએ દેખાઇ રહ્યો છે.
US બોન્ડ યીલ્ડ
અમેરિકામાં 10- વર્ષ અને 2 વર્ષ ટ્રેઝરી યીલ્ડ સામાન્ય ઘટાડા સાથે 4.38% અને 3.90% થઇ ગઇ છે.
ક્રૂડ ઓઇલની ચાલ
શુક્રવારે શરુઆતી કારોબારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં તેજી જોવા મળી. અમેરિકા અને ઇરાન વચ્ચે ગોળીબારી ફરી શરુ થઇ છે અને મધ્યપૂર્વમાં એક મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ વિરામ પર શંકાના વાદળો ઘેરાયા છે. જેની અસર ક્રૂડ પર જોવા મળી છે.