Mon Aug 31 2026

Logo

શનિવાર સ્પેશિયલ: હનુમાન ચાલીસા અને સરસવના તેલનો દીવો, જાણો કેવી રીતે શનિદેવની પીડાને આશીર્વાદમાં બદલશો

2026-03-21 14:51:00
Author: Darshana Visaria
શનિવાર સ્પેશિયલ: હનુમાન ચાલીસા અને સરસવના તેલનો દીવો, જાણો કેવી રીતે શનિદેવની પીડાને આશીર્વાદમાં બદલશો

જ્યોતિષ શાસ્ત્રમાં ન્યાયના દેવતા ગણાતા શનિદેવ વિશે અનેક માન્યતાઓ અને ડર પ્રવર્તે છે. શનિદેવ એ માત્ર સજા આપનારા દેવ નથી, પણ તે મનુષ્યના કર્મોના આધારે ફળ આપનારા 'ન્યાયાધીશ' એટલે જ તેમને ન્યાનયા દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈદિક જ્યોતિષમાં શનિના સ્વભાવ, પ્રભાવ અને અશુભ અસરોને દૂર કરવા માટે શનિવારે કેટલાક ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ લેખમાં આપણા આ ઉપાયો વિશે જાણીશું... 

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ગ્રહોમાં સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ માનવામાં આવે છે. તે એક રાશિમાં અંદાજે અઢી વર્ષ સુધી રોકાય છે, જેને કારણે તેની અસર લાંબા સમય સુધી રહે છે. શનિદેવ દરેક વ્યક્તિને એમના સારા કે ખરાબ કર્મોનું ફળ આ જ જન્મમાં આપે છે. આ સિવાય સંઘર્ષ, મહેનત, શિસ્ત અને ધૈર્યના કારક છે. જે વ્યક્તિ પ્રમાણિકતાથી કામ કરે છે, તેના પર શનિ હંમેશા મહેરબાન રહે છે.

શનિની અશુભ અસરો આપે છે આ સંકેત
શનિવારે શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયો વિશે વાત કરીએ એ પહેલાં વાત કરીએ કે જ્યારે કુંડળીમાં શનિ અશુભ હોય અથવા સાડાસાતી-ઢૈય્યા ચાલતી હોય, ત્યારે વ્યક્તિને કેવા અને કયા પ્રકારના સંકેતો મળે છે એની. જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ નબળો કે અશુભ હોય તો આર્થિક નુકસાન અને કામકાજમાં અચાનક અવરોધો આવે છે. આ સિવાય ઘરમાં વડીલો કે નોકર-ચાકર સાથે વારંવાર વિવાદ થવા જોઈએ. હાડકાં કે સ્નાયુઓને લગતી બીમારીઓ થવી અને માનસિક તણાવ અને એકલતાનો અનુભવ થવા જેવી સમસ્યા સતાવી શકે છે. 

શનિદેવને પ્રસન્ન કરવા કરો આ અચૂક ઉપાયો
શાસ્ત્રોમાં કર્મના ફળદાતા શનિદેવના પ્રકોપથી બચવા અને શુભ ફળ મેળવવા માટેના કેટલાક ખાસ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આ ઉપાયો શનિવારે કરવાથી જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થાય છે. ચાલો જોઈએ શું છે આ ખાસ ઉપાયો...
દાન-પુણ્ય કરવું: શનિવારના દિવસે કાળા તલ, કાળું કપડું, લોખંડ અથવા અડદની દાળનું દાન કરવું શ્રેષ્ઠ છે.
સરસવના તેલનો દીવો: શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને શનિ સ્તોત્રનો પાઠ કરવો.
હનુમાન ચાલીસા: જે વ્યક્તિ હનુમાનજીની ભક્તિ કરે છે, તેના પર શનિદેવ ક્યારેય પ્રકોપ કરતા નથી.
મહેનતું લોકોનું સન્માન: શનિદેવ ગરીબો અને મહેનતકશ લોકોના પ્રતિનિધિ છે, તેથી તેમનું અપમાન ન કરવું જોઈએ.