Fri May 01 2026

Logo

સાબરમતી નદીને ફરી એકવાર ખાલી કરવામાં આવી, વાસણા બેરેજના 18 દરવાજા રિપેર કરાશે

2026-04-15 19:52:14
Author: Vimal Prajapati
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ અમદાવાદમાં સાબરમતી નદીને ફરી એકવાર ખાલી કરવામાં આવી છે. આગામી 15 જૂન એટલે કે ત્રણ મહિના સુધી સાબરમતી નદીને ખાલી જ રાખવામાં આવશે. આ દરમિયાન વાસણા બેરેજના દરવાજા રીપેરીંગ કરવામાં આવશે. વાસણા બેરેજના 18 દરવાજા રીપેર કરવાના હોવાની નદીને ખાલ કરવામાં આવી હોવનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

સુરક્ષાને ધ્યાન રાખે થોડી સમય પહેલા ડેમ સેફ્ટી અંતર્ગત પ્રિ-મોન્સુન ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શન દરમિયાન બેરેજના દરવાજાના 30 ગેટમાંથી 18 ગેટનો બદલવાની અથવા તો રિપેર કરવાની આવશ્યકતા હોવાનું પ્રમાણિત થયું હતું. જેના કારણે હવે રિપોરિંગ કામ માટે સાબરમતી નદીને ફરી એકવાર સંપૂર્ણ રીતે ખાલી કરી દેવામાં આવી છે, જે આગામી ત્રણ મહિના સુધી ખાલી રહેશે.

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આગામી ત્રણ મહિના સુધી સાબરમતી નદી ખાલી રહેવાની હોવાથી સુભાષ બ્રિજના છ સ્ટ્રક્ચર તોડવાની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવશે. અમદાવાદ મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે, નદીમાં પાણી હોય તે દરમિયાન બ્રિજના ભાગને તોડી શકાય તેમ નહોતો પરંતુ હવે નદીને ખાલી કરવામાં આવી છે તો આ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવશે. અત્યારે બ્રિજને તોડવાની કામગીરી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે બ્રિજના સ્ટ્રક્ચરનું કામ તો નદીમાં પાણી હોય તો પણ કરી શકાશે.