મોસ્કોઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધમાં બે દિવસનું સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું છે. બે દિવસ સુધી કોઈ દેશ ઈરાન પર હુમલો નહીં કરે. એવામાં નાના-મોટા છમકલા થતા ઈરાન એલર્ટ થઈ ગયું છે. ટ્રમ્પ તરફથી હુમલાઓ રોકવા માટે બન્ને દેશ સહમત થયા હતા. આ માહોલ વચ્ચે રશિયા અને સ્પેઈને અમેરિકાને ચાબખા માર્યા છે.
અલગ અલગ દેશે આવકાર્યો નિર્ણય
દુનિયાના અલગ અલગ દેશે પણ આ માહોલને લઈને પોતાના મત વ્યક્ત કર્યા હતા. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારોવાના જણાવ્યા અનુસાર અમેરિકા ઈઝરાયલની હાર થઈ છે. જખારોવાએ કહ્યું હતું કે, ઈરાન પર જે કંઈ હુમલા થયા એ એક તરફી થયા હતા. વગર ઉશ્કેરણી વગર આ હુમલા કરાયા છે. રશિયાએ શરૂઆતમાં જ પોતાનું નિવેદન સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, આવા હુમલાઓને તરત જ રોકવા અનિવાર્ય છે.રશિયાએ એટલું જ નહીં એવું પણ ઉમેર્યું કે, એક રાજનીતિક કુટનીતિથી સમધાન કરવું પણ જરૂરી છે. વાતચીતની પ્રક્રિયાના આધારે આ હુમલા રોકવા જોઈએ. દરેક સ્થિતિનો ગંભીર રીતે વિચાર કરવો જોઈએ.
મિડસ ઈસ્ટમાં સ્થિરતા જરૂરી
જર્મની, ફ્રાંસ, યુક્રેન, બ્રિટન, સ્પેને પણ સીઝફાયરનું સ્વાગત કર્યું હતું. ખાડીના દેશે પણ રાહતના શ્વાસ લીધા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમ્યુનલ મેક્રોને આને ખૂબ સારૂ પગલું ગણાવ્યું હતું. મેક્રોએ એક્સ પર લખ્યું હતું કે, આ સમજૂતી ક્ષેત્રમાં તણાવ ઓછો કરવા માટે એક સકારાત્મક પહેલ છે. આ સાથે તેમણે ચેતવણી પણ આપી હતી કે, લેબનનની સ્થિતિ ખૂબ ગંભીર છે. લેબનનને પણ સીઝફાયરમાં સામેલ કરી દેવું જોઈએ જેથી કરીને સમગ્ર મિડલ ઈસ્ટમાં સ્થિરતા અને શાંતિ સ્થપાય.
ઈઝરાયલની ટિકા કરી
જર્મનીએ પણ સીઝફાયરના નિર્ણયને આવકાર્યો હતો. જર્મનીના ચાંસેલર ફ્રેડરિક મર્જે કહ્યું હતું કે, આવનારા દિવસોમાં કુટનીતિક પ્રયાસો અંતર્ગત જંગને લઈ સ્થાયી સમાધાન થવું જોઈએ. યુક્રેની વિદેશીમંત્રી એન્ડ્રી સિબિહાએ સીઝફાયર અને હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યો એને આવકાર્યો છે. આ સાથે તેમણે અમેરિકાને સલાહ આપી કે, યુનાઇટેડ સ્ટેટ્સને સલાહ આપી હતી કે તેણે રશિયાને પણ યુક્રેન સામેના હુમલા રોકવા માટે દબાણ કરવું જોઈએ. સ્પેનના વિદેશ મંત્રીએ ઈરાનમાં યુદ્ધવિરામનું સ્વાગત કર્યું, પરંતુ લેબનોનમાં હુમલા ચાલુ રાખવા બદલ ઇઝરાયલની ટીકા કરી. તેમણે જણાવ્યું હતું કે, બે અઠવાડિયાના યુદ્ધવિરામ પર કરાર થયા પછી પણ, ઇઝરાયલે દાવો કર્યો હતો કે, તે લેબનોનમાં અભિયાન ચાલુ રાખશે.
શાંતિની જરૂરિયાત પર ભાર મૂક્યો
જોસ મેન્યુઅલ આલ્બારેસે જાહેર રેડિયો સ્ટેશન RNE ને જણાવ્યું હતું કે, બધા મોરચા બંધ થવા જોઈએ, અને 'બધા મોરચા'માં લેબનોનનો સમાવેશ થાય છે.સ્પેનિશ વડા પ્રધાન પેડ્રો સાંચેઝે X પર યુદ્ધવિરામને સારા સમાચાર તરીકે આવકાર્યો, પરંતુ કહ્યું કે સ્પેન એવા લોકોની પ્રશંસા કરી શકે નહીં. જેમણે દુનિયામાં આગ લગાવી દીધી. સાંચેઝે રાજદ્વારી, આંતરરાષ્ટ્રીય કાયદેસરતા અને શાંતિની જરૂરિયાત પર ભાર મૂક્યો.