Sat Sep 05 2026

Logo

કચ્છમાં તલાટીઓની હડતાળથી ગ્રામીણોને પરેશાની: પાક ધિરાણ અને દાખલા મેળવવામાં અરજદારોને હાલાકી

2026-08-09 11:22:33
Author: Mumbai Samachar Team
કચ્છમાં તલાટીઓની હડતાળથી ગ્રામીણોને પરેશાની: પાક ધિરાણ અને દાખલા મેળવવામાં અરજદારોને હાલાકી

ભુજઃ રણપ્રદેશ કચ્છ જિલ્લામાં વધારાના કામના ભારણને લઈને તલાટી કમ મંત્રીઓ છેલ્લા એક મહિનાથી હડતાળ પર ઉતરી જતાં ગ્રામીણ સ્તરે વિવિધ કામગીરી અટકી પડી છે અને નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

પાક ધિરાણ માટે પિયત અને ચતુર્દિશાના દાખલા, વિગોટી ભરવી, પંચનામા તેમજ રેવેન્યૂ વસૂલાત જેવી મહત્વની કામગીરી તલાટીઓ દ્વારા કરવામાં આવે છે, પરંતુ તેમની હડતાળના કારણે આ તમામ પ્રક્રિયાઓ અટકી ગઈ છે. અરજદારોએ વહેલી તકે પ્રશ્નનો ઉકેલ લાવવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માંગ કરી છે.

યોગ્ય રજૂઆતોનો સંતોષકારક ઉકેલ આવશે તો જ હડતાળ સમેટવામાં આવશે. જ્યારે માંડવી ટીડીઓએ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લાનો પ્રશ્ન હોઈ, કલેક્ટર કચેરી કક્ષાએથી જ આ અંગે યોગ્ય નિરાકરણ લાવી શકાશે તેમ કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજયગિરિ ગોસ્વામીએ જણાવ્યું હતું.

ઉત્સવ વૈદ્ય