Fri Jun 19 2026

Logo

ખાનગી બસમાંથી 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, કિંમતી પથ્થરો સહિત 4.25 કરોડનો માલસામાન જપ્ત

2026-06-02 15:00:00
Author: mumbai samachar team
Article Image

અમદાવાદ: સ્ટેટ GSTની મોબાઇલ સ્કવોડ ટીમે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતા યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા કરોડો રૂપિયાના કિંમતી માલસામાનને ઝડપી પાડ્યો છે. 

રાજ્ય વેરા ખાતાના મોબાઇલ સ્ક્વોડના દરોડામાં ખાનગી બસમાંથી 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું અને કિંમતી પથ્થર જપ્ત કરવામાં આવ્યાં છે. અંદાજિત 4.25 કરોડનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે. હાલ આ અંગે સ્ટેટ GST દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજ્ય વેરા ખાતા(સ્ટેટ GST)ની મોબાઇલ સ્ક્વોડ ટીમે અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરતા યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા કરોડો રૂપિયાના કિંમતી માલસામાનને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર, મોબાઇલ સ્ક્વોડ ટીમે અમદાવાદ ખાતા હેઠળની વિશેષ ચકાસણી દરમિયાન આશરે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું તેમજ 3 કિલો જેટલા કિંમતી પથ્થરોનો જથ્થો કબ્જે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં માલસામાનના પરિવહન માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, રાજ્ય વેરા ખાતાની મોબાઇલ સ્કવોડની ટીમને આ અંગેની બાતમી મળી હતી. અમદાવાદની એક ખાનગી બસમાં દરોડા પાડ્યા હતા. જેમાં તેમને 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું અને કિંમતી પથ્થર જપ્ત કરવામાં આવ્યા છે. આ બધાની અંદાજિત બજાર કિંમત 4.25 કરોડ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજ્ય વેરા ખાતાએ હાલ આ તમામ માલસામાન જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજ્ય વેરા ખાતાએ આ તમામ માલસામાનના બિલ અને અન્ય પુરાવા માંગ્યા હતા પરંતુ બિલ અને જરૂરી પુરાવા ન મળતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. ખાનગી બસમાંથી અન્ય રાજ્યમાંથી માલ અમદાવાદ લાવવામાં આવતો હોવાની માહિતી મળી રહી છે. આ માલસામાનને નાના વાહનોમાંથી આગળ જતા પહેલા જ રોકીને કાર્યવાહી કરવામાં આવી છે.

માલના સ્ત્રોત, ગંતવ્ય સ્થળ અને સંભવિત કરચોરીના એંગલથી પણ તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ વેપાર વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. રાજ્ય વેરા ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કરચોરી અને ગેરકાયદેસર માલ પરિવહન સામે આવી પ્રકારની ઝુંબેશ આગામી સમયમાં પણ વધુ કડક બનાવવામાં આવશે.