અમદાવાદઃ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 89 ટકા વરસાદ થયો છે. જોકે તેમ છતાં કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ જ પડ્યો છે. આ દરમિયાન ગુજરાતના એક મહિલા મંત્રીને વરસાદની અછતનો સવાલ પૂછાતાં જ જવાબ આપ્યા વિના ભાગી ગયા હતા.
કોણ છે આ મહિલા મંત્રી
મંત્રી રીવાબા જાડેજાને મીડિયાકર્મી દ્વારા દ્વારકા-જામનગરમાં ઓછો વરસાદનો પ્રશ્ન પૂછવામાં આવતાં તેઓ જવાબ આપ્યા વિના જ રવાના થઈ ગયા હતા. દ્વારકા જિલ્લામાં સિઝનનો સરેરાશ માત્ર 16.45 ટકા જ વરસાદ પડ્યો છે. દ્વારકા જિલ્લાના ભાણવડમાં 24.30 ટકા, દ્વારકામાં 20.40 ટકા, કલ્યાણપુરમાં 7.86 ટકા, ખંભાળીયામાં 15.93 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે જામનગર જિલ્લામાં સરેરાશ 42.83 ટકા વરસાદ વરસ્યો છે. ધ્રોલમાં 57.17 ટકા, જામ જોધપુરમાં 50.57 ટકા, જામનગરમાં 39.02 ટકા, જોડિયામાં 48.07 ટકા, કાલાવાડમાં 38.37 ટકા, લાલપુરમાં 26.87 ટકા વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ કેટલો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 71.29 ટકા વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરમાં 97.81 ટકા, રાજકોટમાં 61.84 ટકા, મોરબીમાં100.41 ટકા, જામનગરમાં 42.83 ટકા, દેવભૂમિ દ્વારકામાં 16.45 ટકા, પોરબંદરમાં 30.86 ટકા, જૂનાગઢમાં 67.65 ટકા, ગીર સોમનાથમાં 62.54 ટકા,અમરેલીમાં 87.67 ટકા, ભાવનગરમાં 95.79 ટકા, બોટાદમાં 91.60 ટકા વરસાદ પડ્યો છે.