Fri Sep 04 2026

Logo

₹13 કરોડનો રિંકુ સિંહ ફ્લોપ? માત્ર 5 સિક્સરના દમ પર ટીમમાં ટકી રહ્યો છે, આ ખેલાડીએ ઉઠાવ્યા સવાલ

2026-04-15 15:30:18
Author: Savan Zalariya
₹13 કરોડનો રિંકુ સિંહ ફ્લોપ? માત્ર 5 સિક્સરના દમ પર ટીમમાં ટકી રહ્યો છે, આ ખેલાડીએ ઉઠાવ્યા સવાલ

મુંબઈ: ત્રણ વખતની IPl ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) હાલ ચાલી રહેલી IPL સિઝનમાં ખુબજ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહી છે, આ સિઝનમાં પાંચ મેચ રમ્યા બાદ પણ ટીમ એક પણ મેચ જીતી શકી નથી, હાલ ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે છે. ટીમના ખરાબ પ્રદર્શન માટે ઘણાં કારણો જવાબદાર છે, પરંતુ ટીમના સ્ટાર બેટર રિંકુ સિંહ સામે ખાસ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

IPL 2023માં ગુજરાત ટાઈટન્સ(GT) સામેની મેચમાં છેલ્લી ઓવરમાં 5 સિક્સર ફટકારીને રિંકુ સિંહ હીરો બની ગયો હતો, આ પ્રદર્શનને આધારે તેને બાદમાં ભારતીય ટીમમાં પણ સ્થાન મળ્યું. હાલ IPLમાં રીંકુનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, છતાં તેને ટીમમાં સતત સ્થાન મળી રહ્યું છે. એવામાં ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતે રીંકુ પર નિશાન સાધ્યું છે.  

કૃષ્ણમાચારી શ્રીકાંતે કહ્યું,"રિંકુ સિંહ વિસ્ફોટક બેટર નથી. તેણે એક વાર પાંચ બોલમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા, પરંતુ અમે હજુ પણ તે વાતને જ આધારે તેને આગળ ધપાવવવામાં આવી રહ્યો છે. તે સ્ટ્રાઈક રોટેટ કરવામાં માહિર છે, પરંતુ જ્યારે રીક્વયાર્ડ રન રેટ 10-12 થી આગળ વધે છે, ત્યારે તેની રમત ડગમગી જાય છે અને તે મેચ ફીનીશ કરી શકતો નથી."

KKR રીકુને ફિનિશરના રોલ માટે ટીમમાં સ્થાન આપી રહી છે, પરંતુ તે સતત નિષ્ફળ જઈ રહ્યો છે. IPL 2026માં તેને ચાર ઇનિંગ રમી છે, જેમાં તેણે 78 (33*, 35, DNB, 4, 6) બનાવ્યા છે, આ આંકડા દર્શાવે છે કે તે ફિનીશર ભૂમિકા યોગ્ય રીતે ભજવી નથી રહ્યો. રીંકુ છેલ્લી 26 IPL ઇનિંગ્સમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નથી.

IPL 2023માં જયારે રીંકુએ એક ઓવરમાં 5 સિક્સર ફટકારી હતી, ત્યારે તેની કિંમત રૂ.80 લાખ હતી, આજે KKR તેને રૂ.13 કરોડ ચૂકવી રહી છે.

રિંકુ સિંહ પ્રતિભાશાળી છે એમાં કોઈ બે મત ન હોઈ શકે, પરંતુ હાલ તે IPL 2023માં રમેલી ઇન્નીંગને આધારે ટીમના ટકી રહ્યો છે, ટીમ મેનેઅને KKRના ચાહકો તેની પાસેથી મોટી નિર્ણાયક ઇનિંગ્સની આશા રાખી રહ્યા છે.