ટેલિવિઝન જગતના સૌથી લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પરથી એક અત્યંત ઈમોશનલ કરનારા સમાચાર સામે આવ્યા છે. 18 વર્ષથી દર્શકોનું અવિરતપણે મનોરંજન કરી રહેલાં આ શોમાં 'બાઘા'નું પ્રખ્યાત અને હાસ્યસ્પદ પાત્ર ભજવીને વર્ષોથી દર્શકોને હસાવતા અભિનેતા તન્મય વેકરિયા શૂટિંગ દરમિયાન પોતાની સ્વર્ગસ્થ માતાને યાદ કરીને સેટ પર જ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. અભિનેતાની આ હાલત જોઈને સેટ પર હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને થોડીવાર માટે શૂટિંગ રોકી દેવાની ફરજ પડી હતી. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી...
મળતી માહિતી મુજબ, સેટ પર એક એવો સીન શૂટ થઈ રહ્યો હતો જે અભિનેતા તન્મય વેકરિયાના અંગત જીવન અને તેમની લાગણીઓ સાથે ઘણો નજીકથી જોડાયેલો હતો. આ સીન પર્ફોર્મ કરતી વખતે તન્મય પોતાની સ્વર્ગસ્થ માતાની યાદોમાં ખોવાઈ ગયા હતા અને પોતાના ઈમોશન્સ પર કાબૂ રાખી શક્યા નહોતા. કેમેરા ચાલુ હોવા છતાં તેઓ લાઈવ શૂટિંગ દરમિયાન જ રડી પડ્યા હતા.
બાઘા બોય તન્મય વેકરિયાને આ રીતે રડતા જોઈને શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી અને ત્યાં હાજર ક્રૂ મેમ્બર્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતા અને એક્ટરની માનસિક સ્થિતિને સમજીને અસિત મોદીએ તાત્કાલિક શૂટિંગ અટકાવી દેવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ અસિત મોદી અને શોની બાકીની સ્ટારકાસ્ટે તન્મયની પાસે જઈને તેમને સાંત્વના આપી હતી અને પાણી પીવડાવીને શાંત કર્યા હતા. થોડો સમય બ્રેક લીધા બાદ અને માહોલ સામાન્ય થયા પછી જ ફરીથી શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે અને ફેન્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને તન્મય વેકરિયા પર લાઈક્સ અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...
અત્રે ઉલ્લેખનીય છે કે ટીવી સિરીયલની જેમ જ તારક મહેતા શોની સ્ટાર કાસ્ટ અવારનવાર એકબીજા પ્રત્યે આવો જ પરિવાર જેવો પ્રેમ અને સપોર્ટ દર્શાવતા રહે છે, જે આ ઘટના પરથી ફરી એકવાર સાબિત થઈ ગયું છે...