Sun Mar 08 2026

Logo

मानाचा मुजरा = વિવેક સાથે વંદન

1 week ago
Author: Mumbai Samachar Team
Article Image

ઝબાન સંભાલ કે - હેન્રી શાસ્ત્રી 

દરેક ભાષાની ખાસિયત કહો તો ખાસિયત અને વિશિષ્ટતા - વિચિત્રતા કહો તો એમ, ઘણીવાર મૂંઝવી નાખનારી હોય છે. ક્યારેક હેરત પણ પમાડે તો ચોંકાવી પણ દે. ભાષા તો પોતાનો ધર્મ બજાવે છે. સવાલ છે ઘણીવાર ચોકઠામાં ફિટ બેસી ગયેલા માનવીય મનનો, એની સમજનો. ભાષામાં ઘણા શબ્દો એવા છે કે એના પ્રચલિત અર્થ દિમાગમાં એ હદે વસવાટ કરતા હોય કે એનો બીજો અર્થ પણ હોઈ શકે એની ખબર સુધ્ધાં ન હોય. જાણ્યા પછી ક્ષણિક વિશ્વાસ પણ ન બેસે કે હેં, આવો પણ અર્થ થાય છે. જાણ્યા પછી જ્ઞાનમાં ઉમેરો થાય. 19 ફેબ્રુઆરીએ  મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરનારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની મહારષ્ટ્રમાં ઉમંગ અને ઉત્સાહ તેમજ આદર સાથે ઉજવણી કરવામાં આવી હતી. શિવાજી મહારાજ પરાક્રમી રાજા હતા અને એમના શાસન માટે પ્રજાના હૈયામાં અનહદના આદર અને માન સન્માન છે. મુંબઈમાં ઠેકઠેકાણે તેમજ મહારાષ્ટ્રના વિવિધ ભાગમાં મહારાજ પ્રત્યે આદરાંજલિ વ્યક્ત કરતા બેનર મુકવામાં આવ્યા હતા. આ બેનરો પર લખાણ હતું छत्रपति श्री शिवाजी महराज जन्मजयंती: या रयतेच्या राजाला मानाचा मुजरा। મરાઠી તો દૂરની વાત રહી, ગુજરાતી પણ સરખું ન જાણતા લોકો આ વાંચીને બે ઘડી માટે ચોંકી ગયા. છત્રપતિ શિવાજી તો મહાન રાજા હતા અને એમના પરાક્રમની ગાથાઓ તો સદાય ગુંજતી રહી છે. આવા મહાન રાજાને મુજરો? અલબત્ત અહીં કોઈ ભાષાદોષ કે ભૂલ નથી. સમસ્યા છે અણસમજની કે અધૂરા જ્ઞાનની. મુજરા શબ્દ કાને પડતાની સાથે જ મોટાભાગના લોકોને કોઠા પર બેસતી તવાયફના ગાનનું સ્મરણ થાય. આ અર્થે એવો દિલ દિમાગ પર કબજો જમાવ્યો છે કે આ શબ્દના બીજા અર્થની અનેક લોકોને જાણ પણ નથી. मानाचा मुजरा' या मराठी वाक्प्रचाराचा अर्थ आदरपूर्वक नमस्कार, सन्मानपूर्वक वंदन किंवा मानाचा मुजरा/प्रणाम असा होतो। हे एखाद्या प्रतिष्ठित व्यक्तीला, थोर पुरुषाला किंवा आदरणीय नेत्याला (उदा. छत्रपती शिवाजी महाराज) सन्मान देण्यासाठी वापरले जाणारे वाक्य आहे। हे शब्द आदर आणि कृतज्ञता व्यक्त करतात. हे शिवकालीन किंवा पेशवाईच्या काळातील अभिवादन पद्धतीतून आले असावे। उदाहरण: शिवाजी महाराजांना मानाचा मुजरा! - याचा अर्थ, शिवाजी महाराजांना सन्मानपूर्वक वंदन. માનાચા મુજરા એ મરાઠી વાક્ય પ્રયોગનો અર્થ આદરપૂર્વક નમસ્કાર, સન્માનપૂર્વક વંદન કે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એવો થાય છે. કોઈ પ્રતિષ્ઠિત કે મહાન વ્યક્તિ અથવા આદરણીય નેતા (જેમ કે છત્રપતિ શિવાજી મહારાજ) પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે વપરાતું વાક્ય છે. આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરતા આ શબ્દો શિવાજી મહારાજ કે પેશ્વાના સમયથી અભિવાદન માટે વપરાતા હોવાનું અનુમાન છે. 'શિવાજી મહારાજને માનનો મુજરો' એટલે શિવાજી મહારાજને સન્માનપૂર્વક વંદન. ગુજરાતી શબ્દકોશમાં પણ મુજરો માટે નમન, વંદન, સલામ, માન સહિત પ્રણામ, વિવેક સાથે વંદન એવા અર્થ પણ આપવામાં આવ્યા છે. ટૂંકમાં ઝબાન સંભાલ કે.

મરાઠી ભાષા બરાબર જાણતા ન હોઈએ તો અમુક શબ્દ ગેરસમજ કે શંકા પેદા કરી શકે છે. એનું મુખ્ય કારણ એ છે કે એ શબ્દો ગુજરાતીમાં અલગ અર્થ સાથે હાજર છે. ઉદાહરણ પરથી વાત સ્પષ્ટ થઈ જશે. મરાઠીભાષી વ્યક્તિ સાથેની વાતચીતમાં કોઈ સિનેમા કે રમણીય સ્થળ વિશે વાતચીત થતી હોય અને તમે એને પ્રતિક્રિયા આપવા કહો તો એ भयंकर छान आहे એમ કહે તો તમે જરૂર ચોંકી જવાના. કારણ કે ભયંકર શબ્દ કાને પડતા જ ભય ઉપજાવે એવું, બિહામણું, ભયજનક, જોતાં કે સાંભળતા બીક લાગે એવું અર્થ જ યાદ આવે. વળી છાન એટલે સરસ કે સુંદર. ભયંકર અને સુંદર - સરસનો મેળ કઈ રીતે બેસે? भयंकर छान या मराठी वाक्प्रचाराचा अर्थ अतिशय सुंदर, खूपच छान असा होतो. यामध्ये 'भयंकर' हा शब्द नकारात्मक नसून, 'छान' या शब्दाची तीव्रता वाढवण्यासाठी (खूप जास्त अर्थाने) वापरला जातो. खूपच छान, अप्रतिम, जबरदस्त, भारी असा अर्थ होतो। उदाहरण: तू गाणे भयंकर छान गायले! एखाद्या गोष्टीची अति स्तुती करण्यासाठी बोलचालीत हा शब्दप्रयोग केला जातो. ભયંકર છાન એટલે ખૂબ જ સુંદર, રમણીય એવો અર્થ થાય છે. અહીં ભયંકર શબ્દ નકારાત્મક અર્થમાં નહીં, બલ્કે સુંદરતાનું પ્રમાણ વધારવા માટે છે. અપ્રતિમ, જબરદસ્ત એવો અર્થ થાય છે. ખૂબ પ્રશંસા કરવી હોય ત્યારે એનો ઉપયોગ થાય છે.

हिंग्लिश  VINGLISH 

मान संमान के मुहावरें 
Idioms of Respect
 

मान सन्मान संबंधित मुहावरें और कहावतें हिंदी और इंग्रजी में भी है. Idioms related to respect emphasize high regard, honor, and acknowledgement of someone's position or merit. 'चरण धोकर पीना' (या पैर धो-धो कर पीना) एक हिंदी मुहावरा है, जिसका अर्थ है किसी के प्रति अत्यधिक श्रद्धा, सम्मान, या गहरा प्रेम प्रकट करना। यह किसी को बहुत अधिक अजीज रखने या पूजनीय मानने (जैसे गुरु, माता-पिता या भगवान) का प्रतीक है। यह मुहावरा पुरानी परंपराओं में गुरु या वरिष्ठों के प्रति भक्ति दर्शाने के लिए इस्तेमाल होता है। પ્રભુ, પૂજનીય માતા - પિતા કે ગુરુ માટે આ રૂઢિપ્રયોગ પ્રતીક તરીકે વપરાય છે. આદરભાવનું એમાં દર્શન થાય છે. भक्त अपने भगवान के चरण धोकर पीना ही मुक्ति का मार्ग मानते हैं। અંગ્રેજીમાં આ પ્રયોગ To worship someone, To revere, To hold in extreme respect સ્વરૂપમાં હાજર છે. Many people revere historical figures like Nelson Mandela for their contributions to society. 'सिर आँखों पर बिठाना' मुहावरे का अर्थ बहुत आदर-सत्कार करना, अत्यधिक मान-सम्मान देना या किसी का खुशी से स्वागत करना है। यह मुहावरा किसी के प्रति बहुत अधिक प्रेम, सम्मान और स्नेह प्रकट करने के लिए प्रयोग किया जाता है। ખૂબ જ આદર સત્કાર કરવો કે અત્યંત માનપાન આપવા એ 'સિર આંખોં પર બિઠાના'નો અર્થ છે. કોઈના પ્રતિ અપાર સ્નેહ કે આદર વ્યક્ત કરવા આ રૂઢિપ્રયોગ વાપરવામાં આવે છે. जब दामाद पहली बार घर आए, तो सास-ससुर ने उन्हें सिर आँखों पर बैठा लिया। જમાઈના સાસરે કેવા માનપાન હોય છે એ અહીં વ્યક્ત થાય છે. આ પ્રયોગ અંગ્રેજીમાં To treat someone with great respect and honor - hold in high regard સ્વરૂપમાં છે. We should hold our elders in high regard and listen to their wisdom. मान-मर्यादा रखना' का अर्थ है आदर, प्रतिष्ठा, और सामाजिक/नैतिक सीमाओं (संस्कारों) का पालन करना। इसका मतलब अपनी गरिमा बनाए रखना, वाणी और व्यवहार में संयम बरतना और किसी को ठेस न पहुँचाना है। यह आत्म-अनुशासन से जुड़ा एक शालीन व्यवहार है, जो सही-गलत का भेद सिखाता है। અંગ્રેજીમાં આ પ્રયોગ To uphold someone's dignity or respect સ્વરૂપે હાજર છે.