Mon Jul 27 2026

Logo

ભારત માટે રાહતના સમાચાર, જહાજ શિવાલિક ગેસ લઈને ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું...

2026-03-16 18:28:00
Author: Chandrakant Kanoja
Article Image

મુન્દ્રા: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ભારતનું એલપીજી જહાજ શિવાલિક કતારથી સુરક્ષિત રીતે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ શિવાલિક' જહાજ પર લગભગ 46,000 મેટ્રિક ટન LPG છે. જેમાંથી આશરે 32.4 લાખ ઘરેલુ ગેસ સિલિન્ડર ભરી શકાય છે. 

હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમે હજુ પણ ભારતનો ધ્વજ ધરાવતા 22 જહાજો

આ અંગે  ભારત સરકારના શિપિંગ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, 'શિવાલિક' એલપીજી કેરિયર, જે ફારસની ખાડીથી  હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત આવ્યું છે.  તેમજ   ફારસની ખાડીમાં હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમે હજુ પણ ભારતનો ધ્વજ ધરાવતા 22 જહાજો છે. જેના પર 611 ભારતીય નાવિકો સવાર છે.
આ ઉપરાંત  'નંદા દેવી' નામનું જહાજ પણ  46,000 ટન LPG લઈને  ભારત પહોંચે તેવી શક્યતા છે. તેમજ ક્રુડ ઓઈલનો જથ્થો લઈને આવતું  'જગ લાડકી' જહાજ પણ ક્રૂડ ઓઈલ લઈને ભારત તરફ આવી રહ્યું છે જે મંગળવારે  મુન્દ્રા પહોંચી શકે છે. 

નંદા દેવી ગુજરાતના કંડલા બંદર પર આવશે 

આ ઉપરાંત નંદા દેવી ગુજરાતના કંડલા બંદર પર આવશે. આ બંને  જહાજ એ 24 જહાજમાં સામેલ  છે જે યુદ્ધ થતા જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયા હતા.તેની બાદ  જગ પ્રકાશ નામનું જહાજ પર સરળતાથી પસાર થયું હતું. આ જહાજ 21 માર્ચે તાંગા પોર્ટ પર આવે એવી શકયતાઓ છે.

80,800 ટન કાચુ તેલ આવશે ભારત 

સરકારે કરેલા નિવેદન અનુસાર જગ લાડકી નામનું જહાજ યુએઈથી નીકળી ચૂક્યું છે, જેમાં 80800 ટન કાચુ તેલ છે. ભારતીય સમય 10.30 વાગ્યે આ જહાજ ભારત આવવા માટે રવાના થયું હતું. આ જહાજમાં રહેલા તમામ નાવિકો પણ ભારતીય છે. આ નાવિકો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.યુદ્ધથી પ્રભાવિત જળમાર્ગ વિસ્તારમાંથી પસાર થનારૂ આ ચોથું ભારતીય જહાજ છે.જગ લાડકીમાં ફુજૈરાથી સિંગલ પોઈન્ટ મૂરિંગ પર ક્રૂડ ઓઈલ લોડ કરવામાં આવ્યું હતું.14મી માર્ચે ફુજૈરા ટર્મિનલ પર અચાનક હુમલો થયો હતો. તેમ છતાં જહાજ સુરક્ષિત રીતે મિડલ ઈસ્ટમાંથી ભારત આવી રહ્યું છે.