Wed Aug 19 2026

Logo

ઉદયપુરમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્ન; સોશિયલ મીડિયા પર વેડિંગ ફોટોઝ વાઈરલ...

2026-02-26 20:46:00
Author: Darshana Visaria
Article Image

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ ફેવરેટ અને પોપ્યુલર ગણાતું કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આખરે આજે 26મી ફેબ્રુઆરી, 2026ના રોજ લગ્નબંધનમાં બંધાઈ ગયું. રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી વૈભવી હોટલ 'મેમેન્ટોઝ બાય ITC' ખાતે યોજાયેલા આ લગ્નને ચાહકોએ 'વેડિંગ ઓફ વિરોશ' (The Wedding of VIROSH) નામ આપ્યું છે. હવે લગ્ન બાદ રશ્મિકાની પહેલી પોસ્ટ સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહી છે. આવો જોઈએ રશ્મિકાએ શું કહ્યું છે પોતાની આ પોસ્ટમાં... 

સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ સવારે પરંપરાગત આંધ્ર એટલે કે તેલુગુ પદ્ધતિ અને બાદમાં સાંજે કન્નડ પદ્ધતિથી લગ્ન કર્યા. સવારની લગ્નવિધિમાં વિજય સફેદ ધોતી અને રશ્મિકા પરંપરાગત સિલ્ક સાડીમાં નજરે પડ્યા હતા. જ્યારે સાંજે રશ્મિકાએ તેની સાસુ દ્વારા ભેટમાં આપવામાં આવેલી ખાસ સાડી પહેરી હતી.

લગ્નબંધનમાં બંધાયા બાદ આ નવદંપતીએ સોશિયલ મીડિયા પર પહેલી વખત ફોટો શેર કર્યા હતા. આ ફોટો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા છે. રશ્મિકાએ લગ્નના ફોટો શેર કરતાં લખ્યું હતું કે ચાલો હું તમને મારા પતિ - મિસ્ટર વિજય દેવરકોંડાને મળાવું. એ વ્યક્તિ કે જેણે મને સાચા પ્રેમ અને શાંતિનો અર્થ સમજાવ્યો. રોજે મને કહ્યું કે મોટા મોટા સપનાં જોવા યોગ્ય છે અને મને એ વિશ્વાસ અપાવ્યો કે હું એનાથી અનેક ગણું વધુ હાંસિલ કરી શકું છે, જે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. 

સામે પક્ષે વિજયે પણ રશ્મિકા માટે ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. વિજયે લખ્યું હતું કે એક દિવસ મને તેની એટલી યાદ આવી કે મને સમજાયું કે તેના વગર મારું ભોજન પણ અધૂરું છે, જો રશ્મિકા મારી સાથે હોત તો મને જિમ વર્ક આઉચ સજા નહીં પણ મજા લાગત, અમે જ્યાં પણ હોત અમને ઘર જેવી શાંતિ મળતી. એટલે જ મેં મારી બેસ્ટ ફ્રેન્ડને જ પત્ની બનાવી દીધી. 

પીએમ મોદી અને સેલેબ્સની શુભેચ્છાઓ
આ લગ્નની સૌથી મોટી હાઈલાઈટ એ રહી કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ જોડીને તેમના નવા જીવન માટે સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય બોલિવૂડ અને સાઉથના સ્ટાર્સ જેવા કે વરુણ ધવન, જાન્હવી કપૂર અને ક્રિતી સેનને પણ આ કપલને 'મેડ ફોર ઈચ અધર' ગણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના ઉદયપુરમાં માત્ર 100 મહેમાનોની હાજરીમાં આ ઈન્ટિમેટ લગ્ન બાદ રશ્મિકા અને વિજય હવે ચોથી માર્ચ, 2026ના રોજ હૈદરાબાદની તાજ ક્રિષ્ના હોટલમાં એક ભવ્ય રિસેપ્શન યોજશે, જેમાં આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હાજરી આપે તેવી શક્યતા છે. જોકે, આ બાબતે કપલ દ્વારા કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી.