વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં અત્યંત શુભ ગણાતો 'ગજકેસરી રાજયોગ' 25મી માર્ચ 2026ના રોજ સર્જાવા જઈ રહ્યો છે. જ્યારે ચંદ્રમા મિથુન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે ત્યાં પહેલાંથી જ બિરાજમાન દેવગુરુ બૃહસ્પતિ સાથે તેમની યુતિ થશે. 54 કલાક માટે બનનારા આ પાવરફૂલ યોગ અનેક રાશિઓના જાતકો માટે ભાગ્યના દ્વાર ખોલનારો સાબિત થશે.
મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર જ્યારે કુંડળીમાં ગુરુ અને ચંદ્ર એકબીજા સાથે યુતિ કરે અથવા એકબીજાથી કેન્દ્ર સ્થાને પહેલા, ચોથા, સાતમા અને 10મા ભાવમા હોય ત્યારે આ રાજયોગ બને છે. 'ગજ' એટલે હાથી અને 'કેસરી' એટલે સિંહ; જેવી રીતે આ બંને પ્રાણીઓ શક્તિશાળી છે, તેવી જ રીતે આ યોગ જાતકને અત્યંત પ્રભાવશાળી, જ્ઞાની અને ધનવાન બનાવે છે.
ગજકેસરી રાજયોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે અને આર્થિક લાભ પણ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ...
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે આ રાજયોગ બીજા ભાવ એટલે કે 'ધન ભાવ'માં બની રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકોના લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મળી શકે છે. વેપારમાં મોટો નફો થવાની શક્યતા છે. નોકરીયાત વર્ગને તેમની મહેનતનું ફળ મળશે અને ઓફિસમાં કોઈ મોટી જવાબદારી કે પદ મળી શકે છે.
સિંહઃ
સિંહ રાશિના 11મા ભાવમાં આ યુતિ થઈ રહી છે, જેને જ્યોતિષમાં 'લાભ ભાવ' કે 'ઈચ્છાપૂર્તિનો ભાવ' કહેવામાં આવે છે. આ સમયે નોકરીમાં અપાર સફળતા સાથે પ્રમોશનના મજબૂત યોગ બની રહ્યા છે. બિઝનેસ કરી રહેલાં જાતકોને આ સમયે વેપારના ક્ષેત્રે નવા નવા પ્રોજેક્ટ્સ મળશે અને આવકના એકથી વધુ સ્ત્રોત ઊભા થશે.
કન્યાઃ
કન્યા રાશિના 10મા ભાવ એટલે કે 'કર્મ ભાવ'માં ચંદ્ર અને ગુરુની યુતિથી ગજકેસરી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. નોકરીમાં પદોન્નતિ (Promotion) મળવાની પૂરેપૂરી શક્યતા છે. તમારી કાર્યશૈલીમાં સકારાત્મક બદલાવ આવશે. આ રાશિના જાતકોને વેપારમાં નવા પાર્ટનર મળશે અને તમારી બનાવેલી સ્ટ્રેટેજી અદભૂત પરિણામ આપશે. સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેશે.