Mon Oct 05 2026

Logo

કરોડોના માલિક બનશે આ રાશિના જાતકો, જાણો કેતુના નક્ષત્ર પરિવર્તનથી કોની તિજોરી છલકાશે...

2026-03-16 16:41:51
Author: Darshana Visaria
કરોડોના માલિક બનશે આ રાશિના જાતકો, જાણો કેતુના નક્ષત્ર પરિવર્તનથી કોની તિજોરી છલકાશે...

જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને મોક્ષનો ગ્રહ અને પાછલા જન્મના કર્મોનું ફળ આપનાર માનવામાં આવે છે. આવા પાપી ગ્રહ તરીકે ઓળખાતા કેતુનું મઘા નક્ષત્રમાં થઈ રહેલું ગોચર મેષથી મીન રાશિના જાતકો પર અસર કરશે, પરંતુ કેટલી રાશિઓ માટે આ સમયગાળો એકદમ અનુકૂળ સાબિત થવાનો છે. 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્ય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વૈદિક પંચાંગ અનુસાર, રહસ્યમયી અને છાયા ગ્રહ ગણાતો કેતુ 29મી માર્ચ 2026ના રોજ રવિવારે સવારે 4.49 કલાકે મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે. કેતુ આ નક્ષત્રમાં પાંચમી ડિસેમ્બર સુધી રહેશે અને ત્યારબાદ અશ્લેષા નક્ષત્રમાં ગોચર કરશે. 

સિંહ રાશિમાં બિરાજમાન કેતુના આ નક્ષત્ર પરિવર્તનની અસર તમામ રાશિઓ પર જોવા મળશે, પરંતુ ખાસ કરીને ચાર રાશિના જાતકો માટે આ સમયગાળો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

મિથુન: 
મિથુન રાશિના જાતકો માટે કેતુ ત્રીજા ભાવમાં બિરાજમાન થશે, જે સાહસ અને સંચારનો ભાવ છે. આ દરમિયાન તમારી રાશિના લગ્ન ભાવમાં ગુરુ માર્ગી અવસ્થામાં હોવાથી આત્મવિશ્વાસમાં જોરદાર વધારો થશે. તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ અનુભવશો અને તીર્થયાત્રાઓના યોગ પણ બનશે. જીવનમાં ખુશીઓનું આગમન થશે, જોકે લગ્નજીવનમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે.

કન્યા:
કન્યા રાશિના જાતકો માટે પાપી ગ્રહ કેતુનું આ ગોચર બારમા ભાવમાં થશે, જે મોક્ષ અને વિદેશી બાબતો સાથે જોડાયેલું છે. મઘા નક્ષત્રમાં કેતુનું ભ્રમણ તમને સાધના અને ધ્યાન તરફ પ્રેરિત કરશે. આ સમયગાળા દરમિયાન તમારી આધ્યાત્મિક ઉન્નતિ સૌથી વધુ થઈ શકે છે. તમે ભૌતિક સુખ-સુવિધાઓ કરતાં માનસિક શાંતિ પાછળ વધુ સમય વિતાવશો. આર્થિક લાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

તુલા: 
તુલા રાશિના જાતકો માટે કેતુ અગિયારમા ભાવમાં રહેશે, જે આવક અને મિત્રોનો ભાવ છે. કેતુનું આ નક્ષત્ર પરિવર્તન તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે અને આવકના નવા સ્ત્રોત ઉભા કરવામાં મદદરૂપ થશે. લાંબા સમયથી ચાલી આવતી પરેશાનીઓનો અંત આવશે. જોકે, આ સમયગાળામાં મિત્રો સાથેના સંબંધોમાં થોડી સ્પષ્ટતા રાખવી હિતાવહ છે. ઘર-પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

વૃશ્ચિક: 
વૃશ્ચિક રાશિના જાતકો પર કેતુ દસમા ભાવમાં હોવાથી કરિયર અને કર્મના ક્ષેત્રે મોટો પ્રભાવ જોવા મળશે. આ સમયગાળો એમના માટે અનુકૂળ રહેશે. બિઝનેસ કરી રહેલાં બિઝનેસમેનના જીવનમાં અનેક મોટા ફેરફારો આવી શકે છે, જેમાં નવી નોકરી કે મનગમતી જગ્યાએ બદલીનો સમાવેશ થાય છે. જે લોકો સલાહકાર, ચિકિત્સક કે આધ્યાત્મિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેમને આ સમયગાળામાં વિશેષ ખ્યાતિ અને લાભ મળી શકે છે.