સુરેન્દ્રનગર: તાજેતરમાં જ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી દેનાર ખેડૂત આગેવાન રાજૂ કરપડા રાજનીતિની ચર્ચાના કેન્દ્રમાં છે. રાજૂ કરપડાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટી દ્વારા રાજૂ કરપડા પર જૂના કેસ મુદ્દે ભાજપ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું અને ગૃહ પ્રધાન જોડે બેઠકો થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એક કોલ રેકોર્ડીંગ વાયરલ કરવામાં આવ્યું છે અને આ મામલે રાજૂ કરપડાએ આમ આદમી પાર્ટીના ત્રણ નેતા વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી વિગતો અનુસાર, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા બાદ રાજૂ કરપડા પર જૂના કેસ મુદ્દે ભાજપ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું અને ગૃહ પ્રધાન જોડે બેઠકો થઈ હોવાનો આક્ષેપ 'આપ' કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એક કોલ રેકોર્ડીંગ વાયરલ કરવામાં આવ્યું હતું, જેમાં કથિત રીતે રાજૂ કરપડા પર આપના કાર્યકર્તા સાથે આગળની રણનીતિ, જૂના કેસ અંગે વાત કરી રહ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો છે. હાલ આ રેકોર્ડીંગ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.
આપ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજૂ કરપડાએ આપના કાર્યકર્તાઓને તોડવા માટે ફોન કરીને ભરમાવી રહ્યા છે. વાયરલ રેકોર્ડીંગમાં 'જે થશે તે સારું થશે. જ્યાં સુધી રહ્યા છીએ, ત્યાં સુધી સાથે રહી શકીએ. કોઈ દિવસ લાંબો હાથ નહિ કરવો પડે.. સવાયું થશે." જેવુ સાંભળી શકાય છે. આ મામલે રાજૂ કરપડાએ રેકોર્ડીંગને AI જનરેટેડ ગણાવ્યું હતું અને આ મામલે આપના ત્રણ નેતા કરણ બારોટ, સ્વયંમ સાલવી, વિપુલ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હોવાની વિગતો છે.