Mon Jun 01 2026

Logo

રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, નવા બસ સ્ટેન્ડ કોમ્પ્લેક્સમાં 'ગોલ્ડ સ્પા'ની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ

2026-06-01 13:57:00
Author: Vimal Prajapati
Article Image

રાજકોટઃ શહેરમાં પોલીસ ગુનેગારો સામે મોટી કાર્યાવાહી કરી રહી છે. રાજકોટ શહેરની મધ્યમાં આવેલ નવા બસ સ્ટેન્ડના એક કોમ્પલેક્ષમાં કૂટણખાનું ચાલતું હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બસ સ્ટેન્ડમાં આવેલ કોમ્પલેક્ષમાં ગોલ્ડ સ્પાના નામે દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો. પોલીસને આ બાબતે જાણ થતા ગોલ્ડ સ્પામાં રેડ પાડીને પર્દાફાશ કર્યો હોવાનું જાણા મળ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કાર્યવાહી દરમિયાન ગોલ્ડ સ્પાના સંચાલક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

સ્પાની આડમાં આ અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી હતી

શહેરના નવા બસ સ્ટેન્ડ કોમ્પ્લેક્સમાં ગોલ્ડ સ્પાના નામે ચાલતા હાઈપ્રોફાઈલ કૂટણખાનામાં પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળ પર આવેલા કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં આ અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચોક્કસ માહિતી મળતા જ પોલીસનો કાફલો ત્રાટક્યો હતો. પોલીસે આ સ્પામાં રેડ પાડીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 

રાજકોટ નવા બસ સ્ટેન્ડના સ્પામાં સેક્સ રેકેટનો પર્દાફાશ

રાજકોટ પોલીસની ટીમે શહેરની મધ્યમાં આવેલા નવા બસ સ્ટેન્ડ કોમ્પ્લેક્સમાં ધમધમતા 'ગોલ્ડ સ્પા' પર અચાનક દરોડો પાડ્યો હતો. સ્પાની આડમાં ચાલતા આ હાઈપ્રોફાઈલ કૂટણખાનાનો પર્દાફાશ કરીને પોલીસે દેહ વ્યાપારના ધંધા પર સકંજો કસ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આવી રીતે ગુજરાતમાં સ્પાની આડમાં કેટલીય જગ્યાએ આવી પ્રવૃત્તિઓ થતી હશે? આ બાબતે સઘન તપાસ કરવામાં આવે તેવી પણ અનેક વખત લોકો દ્વારા માંગણીઓ કરવામાં આવેલી છે. અત્યારે તો રાજકોટમાંથી આવી પ્રવૃત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.