Sat Aug 29 2026

Logo

સૌરાષ્ટ્રમાં યુવકે લગ્નની જીદ કરતી યુવતીને કઈ રીતે પતાવી દીધી એ જાણીને થથરી જશો......

2026-08-10 10:55:00
Author: Vimal Prajapati
સૌરાષ્ટ્રમાં યુવકે લગ્નની જીદ કરતી યુવતીને કઈ રીતે પતાવી દીધી એ જાણીને થથરી જશો......

રાજકોટઃ લગ્ન માટે દબાણ કરતી પ્રેમિકાની પ્રેમીએ હત્યા કરી દીધી હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટ રેલ્વે સ્ટેશન વિસ્તારના ગુંદાળા ફાટક પાસે મહિલાની શંકાસ્પદ હાલતમાં મળેલી લાશના કેસમાં રાજકોટ રેલવે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. શરૂઆતમાં રેલવે અકસ્માત માનવામાં આવતો આ બનાવ પોલીસ તપાસમાં પૂર્વઆયોજિત હત્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. 

શું છે સમગ્ર મામલો

પોલીસ તપાસ મુજબ મૃતક મંજુબેન છેલ્લા બે-ત્રણ વર્ષથી પ્રકાશ સોલંકી નામના વ્યક્તિ સાથે પ્રેમસંબંધમાં હતી. મહિલાએ આરોપી પર લગ્ન કરવા માટે સતત દબાણ કરતાં બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આરોપી પ્રકાશ સોલંકી લગ્નના દબાણથી કંટાળી ગયો હતો અને તેણે પૂર્વયોજના મુજબ મંજુબેનને ચાલુ ટ્રેન નીચે ધક્કો મારી હત્યા કરી સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. રાજકોટ રેલ્વે પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારી ગોંડલ ખાતેથી આરોપી પ્રકાશ સોલંકીની ધરપકડ કરી હતી. 

છૂટાછેડા બાદ મંજુબેનને 24 વર્ષીય યુવક સાથે પ્રેમ થયો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, 44 વર્ષીય મંજુબેનને સંતાનોમાં બે દીકરી અને બે દીકરા છે. પતિની આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે ઘરમાં વારંવાર ઝઘડાઓ થતાં હતાં. વારંવાર નાની નાની બાબતોમાં થતી બોલાચાલીના કારણે બંને વચ્ચે સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી. પતિ સાથે છૂટા થયા પછી મંજુબેન એકલા રહેવા લાગ્યાં હતાં. આ દરમિયાન તેમણે કેટરિંગનું કામ કરતા 24 વર્ષીય યુવક પ્રકાશ સોલંકી સાથે પ્રેમ થઈ ગયો હતો. આ સંબંધ ત્રણ વર્ષ સુધી ચાલ્યો હતો. બાદમાં જ્યારે મંજુબેન વારંવાર લગ્ન માટે દબાણ કરવા લાગ્યા એટલે પ્રકાશે કંટાળીને હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું.