Fri Sep 04 2026

Logo

રાજકોટમાં મહિલા દિવસ પર ત્રણ-ત્રણ પેઢીથી સાથે રહેતી ૯૦ સાસુ-વહુઓનું સન્માન...

2026-03-08 22:48:28
Author: Devayat Khatana
રાજકોટમાં મહિલા દિવસ પર ત્રણ-ત્રણ પેઢીથી સાથે રહેતી ૯૦ સાસુ-વહુઓનું સન્માન...

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વિશ્વ મહિલા દિન નિમિત્તે ભારત સેવક સમાજ દ્વારા રાજકોટના રેસકોર્સ ખાતે અનોખો સન્માન સમારોહ યોજાયો હતો. સતત બીજા વર્ષે આયોજિત આ કાર્યક્રમમાં છેલ્લા ચાર દાયકા કે તેથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં પ્રેમપૂર્વક સાથે રહેતી ૯૦ સાસુ-વહુઓની જોડીઓને પ્રમાણપત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ અવસરે વહુઓએ પોતાની સાસુના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત મોરબીના સહાયક માહિતી નિયામક પારૂલબેન આડેસરાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં જ્યારે વિભક્ત કુટુંબો વધી રહ્યા છે ત્યારે સંયુક્ત પરિવારમાં રહેવું એ ગૌરવની વાત છે. તેમણે બહેનોને પોતાની શક્તિ રાષ્ટ્રહિતના કાર્યોમાં વાપરવા અપીલ કરી હતી. પ્રોજેક્ટ ઇન્ચાર્જ સોનલબેન વાછાણીએ કાર્યક્રમની રૂપરેખા આપતા ઉમેર્યું કે, ઘટતા જતા સંયુક્ત કુટુંબો અને વધતા વૃદ્ધાશ્રમો સામે આ શક્તિશાળી સાસુ-વહુની જોડીઓ સમાજ માટે એક મજબૂત ઉદાહરણ પૂરું પાડે છે.

વધુ જુઓ...