Thu Sep 10 2026

Logo

સોનમ રઘુવંશીના જામીન સુપ્રીમ કોર્ટે રાખ્યા યથાવત, સ્ટે આપવા માટે આ કારણે કર્યો ઇનકાર

2026-07-03 12:50:00
Author: Devayat Khatana
સોનમ રઘુવંશીના જામીન સુપ્રીમ કોર્ટે રાખ્યા યથાવત, સ્ટે આપવા માટે આ કારણે કર્યો ઇનકાર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઇન્દોરના બહુચર્ચિત  રાજા રઘુવંશી હત્યા કેસમાં સોનમ રઘુવંશીને હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનને માન્ય રાખ્યા હતા અને તેના પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો હતો.  સ્ટે પર સુનાવણી દરમિયાન, જસ્ટિસ એમએમ સુંદેશે જણાવ્યું હતું કે તેમને હાઇકોર્ટના આદેશ સામે પ્રથમ દૃષ્ટિએ વાંધો છે. પણ જ્યારે સોનમના વકીલે ધ્યાન દોર્યું કે તેણી પહેલાથી જ મુક્ત થઈ ગઈ છે અને શાલોંગમાં છે, ત્યારે કોર્ટે જામીન રદ કરવાનો ઇનકાર કર્યો હતો. 

આ અંગે સુનાવણી કરતાં કોર્ટે કહ્યું હતું કે હાલ તે જામીન રદ કરવા ઇચ્છુક નથી. તેમાં ઉમેર્યું હતું કે પહેલાથી જ જે આદેશની અમલવારી કરી દેવામાં આવી હોય તેના પર સ્ટે આપી શકાતો નથી. જોકે કોર્ટ દ્વારા સોનમને જવાબ દાખલ કરવા માટે વહેલી તારીખ આપવામાં આવશે. આ કેસમાં આગામી સુનાવણી 9 જુલાઈના રોજ થશે. નોંધનીય છે કે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખીને સોનમને જામીન આપ્યા હતા.

આ કેસની સુનાવણી દરમિયાન તુષાર મહેતાએ દલીલ કરી હતી કે સોનમે ત્રણ વખત તેની ધરપકડ માટેના કારણોનો મુદ્દો નહોતો ઉઠાવ્યો,  પરંતુ ચોથી વખત તે ઉઠાવ્યો હતો. આ ટેકનિકલ કારણોસર તેને જામીન આપી શકાય નહીં. તુષાર મહેતાએ જવાબ આપ્યો કે હાઈકોર્ટે તેના જામીનને સમર્થન આપ્યું છે, જેના કારણે કોર્ટે પૂછ્યું કે કેટલા લોકોએ જુબાની આપી છે.

આ સાથે કોર્ટે જણાવ્યું હતું કે જામીન આપવાનો નિર્ણય લેતા પહેલા તે ટ્રાયલની ગતિ પર નજર રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે અત્યાર સુધીમાં 94 સાક્ષીઓમાંથી ફક્ત ચાર સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી છે. કોર્ટે સ્વીકાર્યું કે સોનમના જામીન ટાઇપિંગમાં ભૂલને કારણે મંજૂર કરવામાં આવ્યા હતા.