Thu Jul 23 2026

Logo

પીએમ આવાસ પર પ્રદર્શન વચ્ચે કોંગ્રેસે સરકાર સામે મૂકી આ પાંચ માંગ

2026-07-21 18:56:47
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી:  કોંગ્રેસના નેતા રાહુલ  અને પ્રિયંકા ગાંધીએ પીએમ આવાસ સામે ધરણાં પ્રદર્શન શરૂ કર્યું છે.  આ વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ વિરોધ સ્થળ પર પહોંચ્યા અને રાહુલ ગાંધી સાથે વાત કરી હતી. જેમાં કોંગ્રેસ પાર્ટીએ પાંચ માંગણીઓ કરી છે. 

કેન્દ્રીય ગૃહ મંત્રીના નિવેદનની પણ માંગ

જેમાં કોંગ્રેસે સૌ પ્રથમ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામાંની માંગ કરી છે. તેમજ સંસદના બંને ગૃહોમાં કેન્દ્રીય ગૃહ મંત્રીના નિવેદનની પણ માંગ કરી છે. આ ઉપરાંત કોંગ્રેસે સમગ્ર મામલે વિગતવાર ચર્ચા  વિદ્યાર્થીઓને લગતા મુદ્દાઓની ગંભીર સુનાવણી અને વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

રાજીનામું આપોના નારા બુલંદ 

આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ  હવે ગૃહમંત્રી અમિત શાહને મળશે. આ  દરમિયાન વડાપ્રધાનના નિવાસસ્થાનની બહાર કોંગ્રેસનો વિરોધ ચાલુ છે.જેમાં રાજીનામું આપોના નારા સતત લગાવવામાં આવી રહ્યા છે.

લાઠીચાર્જના વિરોધમાં  વિરોધ પ્રદર્શન

આ વિરોધ પ્રદર્શનમાં  રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને કે.સી. વેણુગોપાલ અનેક નેતાઓ જોડાયા છે. 

આ નેતાઓએ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. જંતર-મંતરથી સંસદ તરફ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં આ  પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.