ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય પ્રિયા સરોજની જોડી સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ પ્રિયા સરોજનો એક ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેણે પોતાના મનની વાતો શેર કરી છે. તેણે જણાવ્યું છે કે કઈ રીતે તેની અને રિંકુ સિંહની જોડી એકદમ પરફેક્ટ છે. એક તરફ રિંકુ સિંહ ખૂબ જ શરમાળ છે અને એકાંતપ્રિય છે, તો બીજી તરફ પ્રિયા ખુલ્લા મનની અને સોશિયલ વ્યક્તિ છે. આ ઈન્ટરવ્યુમાં તેણે રિંકુ સિંહ પાસેથી પડતી વઢ અને રિંકુના કેટલાક સિક્રેટ્સ પણ ખોલ્યા છે....
ઈન્ટરવ્યુમાં પ્રિયા સરોજે જણાવ્યું હતું કે રિંકુ સિંહ પોતાના ડાયેટને લઈને ખૂબ જ શિસ્તબદ્ધ અને કડક છે. જો પ્રિયા કંઈક અનહેલ્ધી કે ખોટું ખાઈ લે તો રિંકુ મને તુરંત ખીજાય છે. પ્રિયાએ આગળ કહ્યું હતું કે મને રિંકુ ખૂબ જ વઢે છે, તેઓ પોતે મીઠાઈ કે કોલ્ડ ડ્રિંક્સ બિલકુલ નથી ખાતા. મને વાઈટ સોસ પાસ્તા ખૂબ ભાવે છે, પણ જો રિંકુ સાથે હોય તો મને સતત ટોકે છે કે આ નથી ખાવાનું, એ નથી ખાવાનું અને એક્સરસાઈઝ કરવાની છે! એ સવારે વહેલા ઉઠીને જિમ અને પ્રેક્ટિસ માટે જાય છે અને ફ્રી થઈને મને ફોન કરે છે. રિંકુને સોશિયલ લાઈફ બહુ પસંદ નથી, તે એકલા સમય વિતાવવાનું વધારે પસંદ કરે છે.
રિંકુ સિંહનો સિક્રેટ ડાન્સ ટેલેન્ટ
પ્રિયા સરોજે પોતાની સગાઈનો કિસ્સો યાદ કરતાં કહ્યું કે સગાઈના દિવસે પોતે ખૂબ ડાન્સ કર્યો હતો જ્યારે રિંકુ શરમાઈ રહ્યા હતા. જોકે, પ્રિયાએ રિંકુનો એક સિક્રેટ રિવીલ કરતાં જણાવ્યું હતું કે રિંકુ અદભુત ડાન્સ કરે છે પણ તે બહુ શરમાળ છે અને તે માત્ર પોતાના ખાસ મિત્રો સાથે જ મુક્તપણે ડાન્સ કરે છે. મેચ પૂરી થયા પછી યોજાતી પાર્ટીઓમાં રિંકુ ગજબનો ડાન્સ કરે છે.
શા માટે એકબીજા માટે 'પરફેક્ટ' છે આ જોડી?
પ્રિયા સરોજના મતે, વિરોધી સ્વભાવ હોવા છતાં તેમની કેમિસ્ટ્રી ઉત્તમ છે. પ્રિયાએ કહ્યું: "મને ફોટોગ્રાફી, કૂકિંગ અને વાતો કરવાનો ખૂબ શોખ છે. હું ઘણી વાર ઓવર-શેરિંગ કરી દઉં છું. બીજી તરફ રિંકુ તદ્દન અલગ છે, તે બહુ ઓછું બોલે છે, ઓછી વાતો કરે છે અને પોતાની વાતો શેર નથી કરતા. તેથી જ અમારો કોમ્બો પરફેક્ટ છે - હું સતત બોલતી રહું છું અને તે શાંતિથી સાંભળે છે!