Mon Jul 27 2026

Logo

પ્રયાગરાજમાં ટ્રેનની અડફેટે આવતા પાંચ યુવકોનું અકાળે મોત, ત્રણની ઓખળ થઈ

2026-04-16 11:49:00
Author: Vimal Prajapati
Article Image

પ્રયાગરાજઃ પ્રયાગરાજમાં આવેલા યમુના નગરના કરછનામાં એક ટ્રેનની ટક્કરથી પાંચ લોકોનું મોત થયું છે. અહીં આવેલા પચદેવરા ઓવરબ્રિજ પાસે આ ઘટના સર્જાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સરકારી રેલ્વે પોલીસ (GRP)ના પોલીસ અધિક્ષક પ્રશાંત વર્માએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, વહેલી સાંજે, કાલકા એક્સપ્રેસની ટક્કરથી એક વ્યક્તિનું મોત થયું હતું, જેના કારણે ટ્રેન અટકી ગઈ હતી.

પુરૂષોત્તમ એક્સપ્રેસ ટ્રેનની ટક્કરે ત્રણ યુવકોના મોત

વધામાં વાત કરતા પોલીસ અધિકારીએ કહ્યું કે, આ દરમિયાન ત્રીજા ટ્રેક પર પુરૂષોત્તમ એક્સપ્રેસ ટ્રેન આવી રહી હતી, જેની ચપેટમાં આવતા ચાર લોકોનું મોત થયું હતું. જો કે, તેમાંથી હજી માત્ર 3 વ્યક્તિઓની જ ઓળખ થઈ શકી છે. આ સમગ્ર મામલે જાણ થતા આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અત્યારે પોલીસે, જીઆરપી અને આરપીએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ શરૂ કરી દીધી હતી. 

પાંચમાથી ત્રણ યુવકોની ઓળખ કરવામાં આવી

આ અકસ્માત હતો કે, આત્મહત્યા તે અંગે પોલીસ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મૃતકોની વાત કરવામાં આવે તો, 36 વર્ષીય બલિરામ બિહારના સિવાનનો રહેવાસી હતો, 24 વર્ષીય સુનીલ કુમાર ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાનો રહેવાસી હતી. જ્યારે 17 વર્ષીય આકાશ ફિરોજાબાદનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હજી બે યુવકોની ઓળખ થઈ નથી. આ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યાં છે.