ટૉરન્ટોઃ પોર્ટુગલે અહીં શુક્રવારે 2-1થી જીતીને 16 ટીમવાળા પ્રી-ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ કર્યો એટલે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેના સાથીઓ માટે તેમ જ અસંખ્ય પ્રેક્ષકો માટે જાણે નવો ઉત્સવ શરૂ થઈ ગયો હતો, પણ આઠ વર્ષ પહેલાં (2018માં) ફિફા વર્લ્ડ કપનું રનર-અપ બનેલું ક્રોએશિયા પરાજિત તો થયું, પણ મૅચની અંતિમ પળોમાં એને નકારવામાં આવેલા એક ગોલને કારણે એના કરોડો ચાહકો આ હતાશા જિંદગીભર નહીં ભૂલે. નવાઈની વાત એ છે કે આ ગોલ નકારવામાં ફૂટબૉલમાં રાખવામાં આવેલી ચિપ નિષ્ણાતોને મદદરૂપ થઈ હતી.
પોર્ટુગલ-ક્રોએશિયા મૅચના પ્રથમ હાફમાં એકેય ગોલ નહોતો થયો. રોમાંચની ચરમસીમા બીજા હાફમાં આવી હતી અને ડ્રામા પણ એમાં જ થયા હતા. 53મી મિનિટમાં ઇવાન પેરિસિચે ક્રોએશિયાને 1-0થી સરસાઈ અપાવી ત્યાર પછી 68મી મિનિટમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પેનલ્ટી કિકથી ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરીમાં લાવી દીધો હતો. છ વર્લ્ડ કપ રમી ચૂકેલા રોનાલ્ડોએ આ ટૂર્નામેન્ટની નૉકઆઉટ મૅચમાં ગોલ કર્યો હોય એવું પહેલી જ વખત બન્યું. ગૉન્સાલુ રામૉસે મુખ્ય મૅચની 90મી મિનિટ બાદ ચોથી મિનિટમાં (94મી મિનિટમાં) ગોલ કરીને પોર્ટુગલને વિજયના પથ પર લાવી દીધું હતું.
Apparently FIFA is scrubbing this video from the web. Did you notice on ALL replays, it was a far away side angle during VAR where you’re told “if he touched the ball he was offsides” but they missed the spot- the Croatia player never makes contact with the ball. Rigged, and… pic.twitter.com/o3Q3Yz7nIk
— Behold A Pale Horse (@BeholdPaleH0rse) July 3, 2026
જોકે પોર્ટુગલ 2-1થી આગળ થઈ જવા બદલ મૅચ પૂરી થવાની તૈયારીમાં હતી ત્યારે (103મી મિનિટમાં) ક્રોએશિયાના ગોલનો વિવાદ થયો હતો અને છેવટે એને એ ગોલ ન મળતાં પોર્ટુગલે વિજય મેળવ્યો હતો. જોકે ક્રોએશિયાના મારિયો પાસાલિચે આસિસ્ટમાં બૉલ ગોલપોસ્ટ (Goalpost) તરફ ધકેલ્યો હતો અને પોર્ટુગલના ડિફેન્ડર્સ તથા ક્રોએશિયાના અટૅકર્સ વચ્ચે થયેલા ઘમાસાણ ઘર્ષણ દરમ્યાન યૉસ્કો ગ્વાર્ડિયૉલે ગોલ કર્યો હોવાનું માનીને ક્રોએશિયા (Croatia)ના હજારો પ્રેક્ષકો રોમાંચિત થઈ ગયા હતા.
જોકે રિવ્યૂની મદદ લેવામાં આવી હતી. વીડિયો અસિસ્ટન્ટ રેફરી (VAR) દ્વારા વારંવાર રિપ્લે જોવામાં આવી જેમાં તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે ક્રોએશિયાના ઇગૉર મૅટનોવિચના વાળને બૉલનો સ્પર્શ થયો ત્યારે પાસાલિચ ઑફસાઇડ પૉઝિશનમાં હતો. ફિફાના નિયમ મુજબ સૌથી પહેલાં પોર્ટુગલની ટીમના કબજામાંથી બૉલ લીધા પછી પાસાલિચ તરફથી બૉલ મૂવ કરવામાં આવ્યો ત્યારે ગોલપોસ્ટ નજીક પોર્ટુગલના ગોલકીપર ઉપરાંત પોર્ટુગલનો એક ખેલાડી ક્રોએશિયાના ખેલાડીઓથી આગળ હોવો જોઈતો હતો અને આ કિસ્સામાં એવું નહોતું એટલે પાસાલિચને ઑફસાઇડ પૉઝિશનમાં જાહેર કરાતાં એ ગોલ રદ કરાયો હતો.
ખુદ મૅટનોવિચે મૅચ પછી કહ્યું કે `બૉલ જરાક મારા વાળને સ્પર્શીને પસાર થયો હતો. મેં રેફરીને આ વાતની જાણ કરી ત્યારે તેમણે મને કહ્યું કે આ નવી ટેક્નોલૉજીવાળા બૉલમાં એક ચિપ છે જેના પરથી બૉલનો તારા વાળ સાથેનો જરાક સ્પર્શ રેકૉર્ડમાં આવી ગયો.' જોકે ક્રોએશિયા તરફી પ્રેક્ષકોથી ગોલ નકારવામાં આવ્યો એ સહન નહોતું થયું અને એમાંના અનેક જણે બાટલીઓ તેમ જ બીજો કચરો મેદાન પર ફેંક્યા હતા. ખેલાડીઓએ તેમને આ તોફાન રોકવા વિનંતી કરવી પડી હતી.