Thu Sep 10 2026

Logo

શું તમારું ખાતું પણ છે આ બેંકમાં? સાવધાન! ૧૫મી એપ્રિલ સુધીમાં કરી લો આ કામ નહીંતર...

2026-04-13 21:13:27
Author: Darshana Visaria
શું તમારું ખાતું પણ છે આ બેંકમાં? સાવધાન! ૧૫મી એપ્રિલ સુધીમાં કરી લો આ કામ નહીંતર...

પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. જો તમારું ખાતું પણ આ બેંકમાં છે અને તમે લાંબા સમયથી તેનો ઉપયોગ નથી કર્યો, તો તમારું ખાતું કાયમી ધોરણે બંધ થઈ શકે છે. પીએનબી બેંક દ્વારા આવા ઈન એક્ટિવ બેન્ક એકાઉન્ટ માટે 15મી એપ્રિલ, 2026ની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. 

પંજાબ નેશનલ બેંક દ્વારા પોતાના સોશિયલ મીડિયા પર એકાઉન્ટ પર ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરીને ગ્રાહકોને જાણ કરી છે કે જે બેંક એકાઉન્ટમાં છેલ્લાં ૩ વર્ષથી કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેકશન નથી કરવામાં આવ્યું અને એ એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ છે, તેવા ખાતાઓને ડાયરેક્ટ બંધ કરવાની કાર્યવાહી 16મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે.

ગ્રાહકોએ શું ધ્યાન રાખવું પડશે એ વિશે વાત કરીએ તો એવા બચત ખાતા (Saving Accounts) જેમાં ૩ વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી અને ફંડ શૂન્ય છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ પગલું લેવાનું મુખ્ય કારણ આવા નિષ્ક્રિય ખાતાઓમાં છેતરપિંડી અને ફ્રોડ થવાનું જોખમ વધુ હોય છે, તેથી સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

વાત કરીએ કે તો તમે પણ લાંબા સમયથી ઈન એક્ટિવ રહેલું બેંક એકાઉન્ટ ચાલું રાખવા માંગતા હોવ તો એ માટે તમારે 15મી એપ્રિલ સુધીમાં નજીકની પીએનબી શાખાની મુલાકાત લઈને કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી પડશે.

જો ડેડલાઈન ચૂકી ગયા તો શું થશે એ વિશે વાત કરીએ તો 16મી એપ્રિલ 2026થી આ પ્રકારના તમામ ખાતા કોઈપણ પ્રકારની આગોતરી જાણકારી આપ્યા વિના ડિએક્ટિવ એટલે કે નિષ્ક્રિય કરી દેવામાં આવશે. પરિણામે, જો તમારું પીએનબી બેંકમાં એકાઉન્ટ હોય અને લાંબા સમયથી તમે એને વાપર્યું ના હોય તો આગામી 2 દિવસમાં બેંકની વિઝિટ લેવી તમારા માટે ખૂબ જ જરૂરી છે.